×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીમાં હિંમત હોય તો ગુજરાતમાંથી ચૂંટણી લડે અને જીતી બતાવે : સ્મૃતિ ઇરાની

- કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓથી સમસ્યા છે : રાહુલ ગાંધીના ચાવાળા નિવેદન પર પલટવાર

અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ગુજરાતમાં ગામી 21 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ પહેલા ભાજપે ચૂટંણી પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેના ભાગરુપે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ નવસારી જિલ્લામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ સભાની અંદર તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા છે.

સ્મૃતિ ઇરાને રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. હાલમાં આસામની અંદર રાહુલ ગાંધીએ ગુજરાત વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઇને સ્મૃતિ રાને પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓથી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે હું રાહુલ ગાંધીને ચેલેન્જ આપું છું કે તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે અને જીતીને બતાવે. 

સાથે જ તેમણે કોંગ્રેસ પર ગુજરાતના લોકો સાથે પક્ષપાતનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. સ્મૃતિ ઇરાને કહ્યું કે પહેલા કોંગ્રેસને ચાવાળા (નરેન્દ્ર મોદી) સામે વાંધો હતો હવે તેમને ચા પીનારા લોકો સામે પણ વાંધો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મંગળવારે આસામમાં એક સભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે આસામના ચાના બગીચાના મજૂરોને 167 રુપિયાની મજૂરી મળે છે. જ્યારે ગુજરાતના વેપારીઓને આખા ચાના બગીચા આપવામાં આવે છે. તેમના આવા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.