×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીના સમર્થનમાં કરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, લખ્યું- LOVE is LOVE


- કોંગ્રેસે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર રેઈનબો ફ્લેગ શેર કરીને ભારતવાસીઓને પ્રાઈડ મંથની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

વિશ્વના સૌથી વિશાળ સર્ચજ એન્જિન ગૂગલે 2 જૂનના રોજ અમેરિકી એક્ટિવિસ્ટ ફ્રૈંક કેમિનીને પોતાનું ડૂડલ સમર્પિત કર્યું હતું. ફ્રૈંક સમલૈંગિકતાને સન્માન અને તેમના અધિકાર અપાવવા લડાઈ લડ્યા હતા અને હવે સમલૈંગિકતાને પોતાની ઓળખ મળી ગઈ છે. તેના અનુસંધાને દર વર્ષે જૂન મહિનો 'પ્રાઈડ મંથ' તરીકે ઉજવાય છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'પ્રાઈડ મંથ'ને લઈ લોકોને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર રેઈનબો ફ્લેગ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, શાંતિપૂર્ણ વ્યક્તિગત વિકલ્પોનું સન્માન થવું જોઈએ. પ્રેમ પ્રેમ છે. એક અહેવાલ પ્રમાણે કદાચ પહેલી વખત કોઈ આટલા મોટા નેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર LGBT કોમ્યુનિટી અંગે લખ્યું છે. 

રાહુલ ગાંધીની આ પોસ્ટને અનેક લોકોએ સમર્થન આપ્યું છે. લોકોએ રાહુલ ગાંધીનો આભાર માનવાની સાથે જ તેમના આ વિચારનું સન્માન પણ કર્યું હતું. રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર રેઈનબો ફ્લેગ શેર કરીને લખ્યું હતું કે, 'પ્રેમ પ્રેમ હોય છે. તમામ ભારતવાસીઓને પ્રાઈડ મંથની શુભેચ્છાઓ.'

શું છે પ્રાઈડ મંથ

ફ્રૈંક એક સમલૈંગિક હતા જેથી સમાજમાં તેમને ખરાબ નજરથી જોવામાં આવતા હતા. સમલૈંગિક હોવાના કારણે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં તેમણે પોતાની ઓળખ સંતાડી નહોતી. એટલું જ નહીં તેમણે પોતાના જેવા તમામ લોકો માટે લડત ચલાવી હતી. 

સમાજની વિચારસરણીને લઈ પોતાની લડતનું પહેલું પગથિયું ભરતા તેમણે અમેરિકી સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. ત્યાર બાદ 1960માં તેમણે વ્હાઈટ હાઉસની બહાર સમલૈંગિકોના અધિકાર માટે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

અમેરિકામાં સમલૈંગિકોના અધિકાર માટેનું તે પહેલું વિરોધ પ્રદર્શન હતું. ફ્રૈંકની આ લડતમાં ધીમે-ધીમે અનેક લોકો જોડાવા લાગ્યા હતા અને અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો. આખરે મજબૂત ઈરાદા ધરાવતા ફ્રૈંક કેમિની સામે અમેરિકી સરકારે નમવું પડ્યું હતું અને ત્યારથી જૂન મહિનો પ્રાઈડ મંથ તરીકે ઉજવાવા લાગ્યો હતો.