×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીએ ફરી એક વખત કોરોના સંકટ મુદ્દે PM મોદીને લખ્યો પત્ર, આપ્યા અનેક સૂચનો


- રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્રના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સંપૂર્ણપણે વેસ્ટેજ ગણાવ્યો 

નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર

કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, સંકટના આ સમયમાં ભારતના લોકો જ સૌથી મોટી પ્રાથમિકતા હોવા જોઈએ. 

રાહુલ ગાંધીએ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, દેશના વિભિન્ન ક્ષેત્રમાં ફેલાયેલા વાયરસનું ટ્રેકિંગ થાય અને જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે. સાથે જ કોરોનાના દરેક મ્યુટેન્ટ વિરૂદ્ધ કામ કરતી વેક્સિન પર કામ કરવામાં આવે. દેશની સંપૂર્ણ જનસંખ્યાનું વેક્સિનેશન કરવામાં આવે.

રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, તમારી સરકાર દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનેશનની ખોટી નીતિ, સમય પહેલા વિજયની ઉજવણી કરવાના પ્રયત્નએ દેશને મુશ્કેલીમાં મુકી દીધો છે. ભારત સરકારની નિષ્ફળતાએ દેશને વધુ એક સંપૂર્ણ લોકડાઉનના કિનારે લાવીને મુકી દીધો છે. 

રાહુલ ગાંધીએ સરકાર જરૂરી લોકોને ભોજન અને આર્થિક મદદ કરે તેવી માંગણી પણ કરી હતી. સાથે જ ટ્રાન્સપોર્ટની રણનીતિ પર કામ કરવા જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, મુશ્કેલીના આ સમયમાં તમામ સ્ટેકહોલ્ડર્સને સાથે લઈને કામ કરવું જોઈએ, મને ખબર છે કે તમે લોકડાઉનની આર્થિક અસરથી વધારે ચિંતિત છો. પરંતુ સંકટના આ સમયમાં હું મારા તરફથી સંપૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કરૂ છું.  

રાહુલ ગાંધીએ શુક્રવારે આ પત્ર લખવા ઉપરાંત ટ્વીટર દ્વારા પણ ભારત સરકારને ટાર્ગેટ કરી હતી. તેમણે કેન્દ્રના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સંપૂર્ણપણે વેસ્ટેજ ગણાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ સમયે લોકોની જિંદગી કેન્દ્રમાં રાખવી જોઈએ, નવા ઘર કે પોતાના ઈગોને નહીં. 

રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ સંપૂર્ણ લોકડાઉનની માંગણી કરી હતી.