×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ અને પ્રિયંકા સાથે ૩ રાજ્યોના સીએમ સુરત કોર્ટ પહોંચવાની તૈયારીમાં, કાર્યકરોનો જમાવડો


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા હતા. કોર્ટના ચૂકાદા બાદ રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા હતા. જો કે કોર્ટે આપેલા ચૂકાદાના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. આ કેસમાં હવે રાહુલ ગાંધી આજે સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે. કોર્ટ તરફથી રાહુલ ગાંધીને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે ફરી એકવાર સુરત આવશે.

પ્રિયંકા ગાંધી સાથે 3 રાજ્યના CM પણ આપશે હાજરી 

રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રિયંકા ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ હાજર રહેશે. આ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરતમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત આવે ટીવી શક્યતા છે. આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ કહ્યું કે, સત્ય પરેશાન થાય છે, પરંતુ જીત હંમેશા સત્યની થાય છે.