×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહતના સમાચાર : રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો, જ્યારે મોતનો આંકડો ચિંતાજનક

અમદાવાદ, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના રેકોર્ડબ્રેક કેસ અને મોત નોંધાયા બાદ હવે રાજ્યમાં કોરોનાનું સંકટ ઓછુ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દરરોજ નોંધાતા કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે દરરોજ સામે આવતા કેસની સંખ્યા વધારે જ છે, પરંતુ તેમાં ઘટાડાની શરુઆત થઇ તે મોટી વાત છે.


આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,120 કેસ નોંધાયા છે. કેસનો આંકડો ભલે ઘટ્યો હોય પરંતુ મોતનો આંકડામાં વધારો થયો છે જે ચિંતાજનક વાત છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. જેની સાથે કોરોના વાયરસના કારણ મૃત્યુ પામનાર લોકોનો આંકડો 6830 થયો છે.

આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. અત્યારે રાજ્યમાં રિકવરી રેટ 74.01 ટાકા છે. મોતની વાત કરીએ તો અમદાવાદમાં 26, જામનગરમાં 25, સુરતમાં 19, રાજકોટમાં 15 જ્યારે વડોદરામાં 16 મોત લોકોના મોત થયા છે. તો 421 દર્દીઓની હાલમાં વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.


રાજ્યમાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. તેની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. સારી વાત એ છે કે ગઇકાલ કરતા આજે સામે આવેલા કેસમાં ઘટાડો થયો છે. આ ઘટાડો મોટો નથી, આમ છતા અત્યારની સ્થિતિ પ્રમાણે આશાવું કિરણ છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના 14352 કોસ આવ્યા હતા.