×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટ્રેન યાત્રાના સમયમાં ફેરફાર, જાણો ખાસ ટ્રેનની સુવિધા વિશે


- રાષ્ટ્રપતિ શાળાકીય દિવસો અને સમાજસેવાની શરૂઆતના દિવસોના પોતાના જૂના પરિચિતોને મળશે

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા કાનપુર અને લખનૌ માટે રવાના થશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અનેક લોકોને મુલાકાત આપશે અને કેટલાક કાર્યક્રમોમાં પણ સહભાગી બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આ યાત્રા માટે ભારતીય રેલવે એક વિશેષ રેલગાડી ચલાવી રહી છે. 

જોકે હવે રાષ્ટ્રપતિની મુસાફરીના સમયમાં ફેરફાર થયો છે. હવે આ પ્રેસિડેન્શિયલ ટ્રેન દિલ્હીથી 1:30 કલાકના બદલે 12:45 કલાકે જ પ્રસ્થાન કરશે. આ દરમિયાન ડ્યુટી પર તૈનાત તમામ રેલવે કર્મચારીઓ માટે N95 માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. મુસાફરી દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ માટેની ટ્રેનની ઝડપ 90થી 110 કિમી પ્રતિ કલાકની રહેશે. 

આ ટ્રેન અલીગઢ, ટૂંડલા, ફિરોજાબાદ, ઈટાવા થઈને આગળ વધશે પરંતુ આ સ્ટેશનો પર ઉભી નહીં રહે. આ ટ્રેન ઝીંઝક અને રૂરા (કાનપુર દેહાત વિસ્તાર) સ્ટેશન પર જ ઉભી રહેશે. અગાઉ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલમામે 2003 અને 2006ના વર્ષમાં ટ્રેન દ્વારા ચંદીગઢ અને દેહરાદૂનની મુસાફરી કરી હતી. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રેસિડેન્શિયલ ટ્રેન દ્વારા દિલ્હીથી કાનપુરની મુસાફરી કરશે. આ ટ્રેન તમામ પ્રકારની સુવિધા અને સુરક્ષાથી સજ્જ હશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ટ્રેનના કોચ બુલેટપ્રુફ છે અને એનએસજીની એક ટીમ પણ તેમની સુરક્ષામાં તૈનાત રહેશે. 

દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી મહામહીમ સાથેની આ ટ્રેન રવાના થશે અને રાષ્ટ્રપતિ આજે કાનપુર પહોંચશે. રાષ્ટ્રપતિ આજથી 5 દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસે છે જેમાં તેઓ પોતાના જન્મ સ્થળ કાનપુર દેહાત જિલ્લાના પરૌંખની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ રાજધાની લખનૌની 2 દિવસની મુલાકાત લેશે. 

આ દરમિયાન તેઓ શાળાકીય દિવસો અને સમાજસેવાની શરૂઆતના દિવસોના પોતાના જૂના પરિચિતોની મુલાકાત લેશે. આ ટ્રેન કાનપુર દેહાતના ઝિંઝક અને રૂરા એમ 2 સ્થળે ઉભી રહેશે, જ્યાં રાષ્ટ્રપતિ શાળાકીય દિવસો અને સમાજસેવાની શરૂઆતના દિવસોના પોતાના જૂના પરિચિતોને મળશે.