×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કર્યું સંબોધન કહ્યું, ‘ભારતે પડકારોને અવસરમાં બદલ્યો’

નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર

દેશના 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશને સોબંધન કર્યું... તેમણે દેશના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકાના પાઠવી અને કહ્યું, ભારત લોકતંત્રની જનની છે, તેથી સ્વતંત્રતા દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા દિવસ આપણે યાદ અપાવે છે કે, આપણે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આપણે એક એવા મહાન જન-સમુદાયનો હિસ્સો છીએ, જે સૌથી મોટો અને જીવંત સમુદાય છે. આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નાગરિકોનો સમુદાય છે.

આપણા બધાને સમાન તકો અને અધિકાર ઉપલબ્ધ : મુર્મૂ

જાતિ, સંપ્રદાય, ભાષા અને પ્રદેશ ઉપરાંત આપણી આપણા પરિવાર અને કાર્ય-ક્ષેત્ર સાથે જોડાયેલી ઓળખ પણ હોય છે. જોકે આપણી એક ઓળખ એવી છે, જે આ તમામથી ઉપર છે અને તે છે ભારતનું નાગરિક હોવાની ઓળખ... આપણે તમામ સમાનરૂપે છીએ, આ મહાન દેશના નાગરિક છીએ... આપણા બધાને સમાન તકો અને અધિકાર ઉપલબ્ધ છે તેમજ આપણું કર્તવ્ય પણ સમાન છે.

ગાંધીજીએ ભારતની આત્માને જગાડ્યો

રાષ્ટ્રપતિએ કહ્યું, ગાંધીજી અને અન્ય મહાન નાયકોએ ભારતની આત્માને ફરી જગાવી અને આપણી મહાન સભ્યતાના મુલ્યોનો જન-જનમાં સંચાર કર્યો... ભારતના ઉદાહરણને અનુસરી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની આધારશિલા એવા સત્ય અને અહિંસાને વિશ્વભરના અનેક રાજકીય સંઘર્ષોમાં સફળતાપૂર્વક અપનાવાયો છે.

તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે મહિલાઓ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજની મહિલાઓ વિકાસ અને દેશ સેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહી છે અને રાષ્ટ્રનું ગૌરવ વધારી રહી છે. આજના સમયમાં આપણી મહિલાઓએ એવા અનેક ક્ષેત્રોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે, જેમાં કેટલાક દાયકાઓ પહેલા તેમની ભાગીદારીની કલ્પના પણ કરાતી ન હતી. સરોજિની નાયડૂ, અમ્મૂ સ્વામીનાથન, રમા દેવી, અરૂણા આસફ અલી અને સુચેતા કૃપલાની જેવી અનેક મહિલા હસ્તીઓએ હજુ પણ તમામ પેઢીઓની મહિલાઓ માટે આત્મવિશ્વાસ સાથે, દેશ તથા સમાજ સેવા કરવા માટેનો આદર્શ આપ્યો... તેમણે તમામ દેશવાસીઓને આગ્રહ કર્યો કે, તેઓ મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપે. હું ઈચ્છું છું કે, આપણી બહેન-દિકરીઓ સાહસ સાથે, તમામ પડકારોનો સામનો કરી અને જીવનમાં આગળ વધે...

દેશે પડકારોને અવસરમાં બદલ્યો : રાષ્ટ્રપતિ

તેમણે વધુમાં કહ્યું કે, દેશે પડકારોને અવસરમાં બદલ્યો છે અને પ્રભાવશાળી જીડીપી ગ્રોથ નોંધાવી છે. આપણી આર્થિક વૃદ્ધિમાં આપણા અન્નદાતા ખેડૂતોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાષ્ટ્ર તેમનો ઋણી છે.

આદિવાસીઓની સ્થિતિમાં થયો સુધારો

હું મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું કે તમે બધા તમારી પરંપરાઓને સમૃદ્ધ બનાવવા સાથે આધુનિકતા અપનાવો. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં પહેલ કરવામાં આવી છે અને કલ્યાણકારી કાર્યક્રમો મોટા પાયે ચલાવવામાં આવી રહ્યા છે. હું એક શિક્ષણ રહેલી છું, તેથી હું સમજું છું કે, શિક્ષણ એ સામાજિક સશક્તિકરણનું સૌથી અસરકારક માધ્યમ છે.

G20માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારત : રાષ્ટ્રપતિ

ભારત સમગ્ર વિશ્વમાં વિકાસના ધ્યેયો અને માનવતાવાદી સહયોગને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. G20 વિશ્વની બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વૈશ્વિક પ્રાથમિકતાઓને યોગ્ય દિશામાં લઈ જવાની આ એક અનોખી તક છે.

ચંદ્રયાન આપણા ભવિષ્યની સિડી : રાષ્ટ્રપતિ

ચંદ્રનું અભિયાન અંતરિક્ષ આપણા ભાવિ કાર્યક્રમોની એક માત્ર સીડી છે, આપણે ઘણું આગળ વધવાનું છે. સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂ. 50,000 કરોડની રકમ સાથે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ રહી છે. આ ફાઉન્ડેશન અમારી કોલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રોમાં સંશોધન અને વિકાસને આધાર આપશે, વિકાસ કરશે અને આગળ લઈ જશે.