×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુખોઈ ફાઈટર જેટમાં સફર કરી, આસામના તેજપુર એરબેઝથી ટેક ઓફ કર્યુ

Image : Twitter

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતે છે અને આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પોતાના પ્રવાસના છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ ફાઈટર જેટમાં સફર કરી હતી. રાષ્ટ્રપતિએ આ ફ્લાઇટ આસામના તેજપુર એરબેઝથી ટેક ઓફ કરી હતી. આ અગાઉ 2009માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટમાં સફર કરી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે. જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે અને પૃથ્વી માતાના હિતમાં પણ છે. અગાઉ તેણે હાથીઓને ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રપતિએ હાથીઓ સાથે દયાળુ વર્તન કરવા, તેમની હિલચાલને સરળ બનાવવા માટે તેમના કોરિડોરને અવરોધો મુક્ત રાખવાનું આહ્વાન કર્યું હતું.



રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આસામની ત્રણ દિવસીય મુલાકાતે ગુરુવારે બપોરે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ એરપોર્ટ પર હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરીને આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા હતા.