×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિને માત્ર 3 કિમી સુધી કારમાં મુસાફરી ના કરવી પડે તે માટે સેંકડો ઘટાદાર વૃક્ષોનુ નિકંદન


નવી દિલ્હી,તા.24.નવેમ્બર,2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને માત્ર 3 કિલોમીટર સુધી કારમાં મુસાફરી કરવી ના પડે તે માટે સેંકડો ઘટાદાર વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે 25 નવેમ્બરે રાષ્ટ્રપતિ કોવિંદ હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સા મેલ થવાના છે.રાષ્ટ્રપતિને 3 જ કિલોમીટર કારની મુસાફરી ના કરવી પડે તે માટે યુનિવર્સિટીના કેમ્પસમાં પાંચ હેલીપેડ બનાવવા માટે સેંકડો વૃક્ષોનો સોથ વાળી દેવાયો છે.

આ યુનિવર્સિટીની સામે જ એક હેલિપેડ પહેલેથી જ છે.જો રાષ્ટ્રપતિ ત્યાં ઉતરત તો ત્યાંથી તેમને ત્રણ કિલોમીટર માટે કારમાં બેસવુ પડત.પણ સત્તાધીશોએ રાષ્ટ્રપતિ યુનિવર્સિટીમાં જ સીધા હેલિકોપ્ટરમાંથી ઉતરી શકે તે માટે હેલિપેડ બનાવવા વૃક્ષો કાપવાનુ નક્કી કર્યુ હતુ.

જંગલ વિભાગનુ કહેવુ છે કે, માત્ર બાવળના વૃક્ષો કાપવામાં આવ્યા છે પણ આસપાસના લોકોનુ કહેવુ છે કે, માત્ર બાવળ નહીં તેની સાથે બીજા ઘટાદાર વૃક્ષોને પણ કાપી નાંખવામાં આવ્યા છે.

વૃક્ષો કાપવામાં આવ્યા બાદ તેના મૂળીયા ના દેખાય તે માટે તેના પર પેવર બ્લોક જડી દેવામાં આવ્યા છે.આવામાં સવાલ એ છે કે, જો માત્ર બાવળ જ કાપવામાં આવ્યા હોય તો વૃક્ષો કપાયાના નિશાન છુપાવવાની જરુર શું પડી...