રાયગઢના ઈર્શાળવાડીમાં ભૂસ્ખલનમાં 16નાં મોતઃ 100થી વધુ દટાયા
ભારે વરસાદના કારણે ભેખડો ધસતાં 40થી વધુ મકાનોનો સફાયો
આદિવાસી વસ્તી ધરાવતાં ગામમાં બુધવારની રાતે દુર્ઘટનાઃ એનડીઆરએફ તથા સ્થાનિક એજન્સીઓ દ્વારા 20-20 ફૂટના કાટમાળ અને કાદવમાં રેસ્યૂ ઓપરેશન
મોરબે ડેમની લગોલગ આવેલાં ગામમાં સતત ચાલુ વરસાદ તથા કપરાં ભુપૃષ્ઠના કારણે રાહત બચાવ કામગીરીમાં અવરોધઃ
મુંબઈ : મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદના રેડ એલર્ટ દરમિયાન અતિશય ભારે વરસાદ વખતે ગઈ રાતે મુંબઈથી આશરે ૮૦ કિમી દૂર આવેલાં રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકાના ઈર્શાળવાડી ખાતે બહુ મોટાપાયે ભૂસ્ખલન થતાં અસમતળ જમીન પર રહેતા આદિવાસીઓનાં ૪૦ કાચાંપાકાં મકાનાનો કાટમાળ હેઠળ ખાત્મો બોલી જતાં આશરે ૧૨૦ લોકો દટાયા હતા. તેમાંથી ૧૬ મૃતદેહો આજે સાંજ સુધી મળી આવ્યા હતા. બચાવ કાર્યકર્તાઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. બીજી તરફ વરસાદને કારણે કેટલાક વિદ્યાર્થીઓ નજીકની આશ્રમ શાળામાં તથા કેટલાય ખેતમજૂરો નજીકના ખેતરોમાં જતા રહ્યા હોવાની પણ શંકા છે. કાટમાળ હેઠળ ખરેખર કેટલા લોકો દટાયા છે તેનો કોઈ અંદાજ પ્રાપ્ય થયો ન હતો.
ડુંગરાળ અને વરસાદના કારણે ભારે લપસણા બની ગયેલા કેડી જેવા રસ્તાઓ પર જેસીબી કે અન્ય કોઈ આધુનિક સાધનો કે સાદી મોટર પણ લઈ જઈ શકાય તેમ નહીં હોવાથી અને સતત ચાલુ વરસાદને કારણે બચાવ કામગીરી ભારે મુશ્કેલ બની હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા મુંબઈ મહાનગરપાલિકા, થાણે ડિઝાસ્ટર સેલ અને નવી મુંબઈથી દોડી આવેલી ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સીઓના જવાનો તથા સ્થાનિક ટ્રેકર્સના જૂથ દ્વારા દિવસભર બચાવ કામગીરી ચાલી હતી પરંતુ સાંજે અંધારુ થઈ જતાં અટકાવવી પડી હતી. આ બનાવને પગલે ભારે શોકનું વાતાવરણ સર્જાયુ છે. મુખ્યપ્રધાન સહિતના સંખ્યાબંધ પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડયો હતો. ઘર ગુમાવનારાઓ માટે કન્ટેનર હોમની વ્યવસ્થા કરાઈ હતી. હજુ આગલા દિવસે જ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ હતી પરંતુ તેની અવગણના થતાં આ દુર્ઘટના સર્જાી હતી.
હવામાન વિભાગ દ્વારા સતત બે દિવસથી રાયગઢમાં ભારે વરસાદનો રેડ એલર્ટ અપાયો છે. આ વિસ્તારમાં છેલ્લા ૭૨ કલાકમાં ૬૦૦ મીલીમીટર એટલે કે આશરે ૨૪ ઈંચ જેટલો વરસાદ પડયો છે.તેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાયી છે પરંતુ તેમાથી સૌથી ભીષણ દુર્ઘટના નવી મુંબઈને પાણી પૂરું પાડતાં મોરબે ડેમની લગોલગ અને મુંબઈથી આશરે ૮૦ કિમી દૂર આવેલા ખાલાપુરમાં ડુંગરાળ વિસ્તારમાં ઇર્શાળવાડી ખાતે સર્જાઈ હતી. અહીં લગભગ ૪૭ ઘરમાં ૨૦૦થી વધુ લોકો રહે છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાતે અંદાજે ૧૧ વાગ્યે ઘરમાં રહેવાસીઓ સૂતા હતા તે સમયે ભારે ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલનમાં ભેખડો ધસી પડતાં અને વરસાદી માટી સાથે સમગ્ર કાટમાળ નીચે પડતાં ૧૭ ઘર માટી નીચે સંપૂર્ણ રીતે દટાઈ ગયા હતા. જ્યારે ૨૦ ઘરને ગંભીર નુકસાન થયું હતું. આ સિવાય ૧૦ ઘર બચી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ જગ્યાએ આશરે ૪૦થી વધુ કાચાંપાકાં મકાનો હતાં અને તે તમામો ખાત્મો બોલી ગયો છે.
નજીકની ટેકરી પર મોબાઈલ ગેમ રમી રહેલા બાળકોએ આ ઘટના નજર સામે નિહાળી હતી. તેમણે તરત જ નીચે ઉતરીને આજુબાજુમાં ખેતરો તથા અન્ય મકાનોમાં જાણ કરી હતી. ભેખડો ધસવાના અવાજથી નજીકમાંથી પણ અન્ય લોકો દોડી આવ્યા હતા. રાતે જ વિવિધ એજન્સીઓને પણ જાણ કરાઈ હતી પરંતુ મંધરાતના અંધારામાં આ સ્થળે પહોંચવું બહુ મુશ્કેલ હોવાથી તથા ભારે વરસાદ ચાલુ હોવાથી બચાવ કામગીરી શરુ કરવામાં વિલંબ થયો હતો.
એનડીઆરએફ સહિતની વિવિધ એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરુ કરી હતી. આ વિસ્તારના ભુપૃષ્ઠથી જાણકાર સ્થાનિક યુવકોએ વોલન્ટિઅર બનીને મદદ કરી હતી.અહીં ૧૫૦ મજૂર કાટમાળ ખસેડી રહ્યા છે. આ સિવાય વધારાના ૫૦૦ જણને મદદ માટે મોકલવામાં આવ્યા છે. કાટમાળ હટાવી માટી ઉલેચતાં ઉલેચતાં સાંજ સુધીમાં ૧૬ મૃતદેહ મળી આવ્યા હતા.
અધિકારીઅઓ ે જણાવ્યું હતું કે 'અત્યાર સુધીમાં લગભગ ૯૫ જણને બચાવી લેવામાં આવ્યા છે, જોકે, દુર્ઘટના બની ક્યારે ઘરોમાં કેટલા ચોક્કસ લોકો હાજર હતા તેનો પાકો અંદાજ નથી. કાટમાળ હેઠળ વધુ લોકો દટાયા હોઈ શકે છે. પરંતુ, સાંજ પછી અંધારુ થઈ જતાં બચાવ કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. સત્તાવાળાઓ ઇર્શાળવાડી નજીક કન્ટ્રોલ રૃમની સ્થાપના કરી હતી. બઈજાગ્રસ્ત ૨૧ જણને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય લોકો માટે કન્ટેનર હોમ સહિતની વ્યવસ્થા તથા અન્ય સુવિધાઓ શરુ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે ફરી બચાવ કાર્ય શરુ કરવામાં આવશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
અગાઉ મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં પુણે પાસે માલીન ગામમાં થયેલાં ભૂસ્ખલનમાં આશરે ૧૫૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. તે પછી મહારાષ્ટ્રમાં તાજેતરમાં બનેલી આ બીજી મોટી ભૂસ્ખલન દુર્ઘટના છે.