×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામ મંદિરને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસ-સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

Image Twitter

અયોધ્યા, તા. 2 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

અયોધ્યા ખાતે આવેલ હિન્દુઓના ભગવાન રામની જન્મભૂમિને બોમ્બથી ઉડાવવાની આજે ધમકી મળી હતી. ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલ રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. ધમકીની સુચના મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. નેપાળથી શાલિગ્રામ પથ્થર ઉત્તરપ્રદેશમના અયોધ્યા ખાતે લાવવામાં આવ્યો છે. આખો દેશ ઉત્સાહમાં છે. ત્યારે રામમંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં સમગ્ર સરકાર તેમજ પોલિસ અને સરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. 

ગુરુવારે સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજન અર્ચન કરવામાં આવ્યું 

નેપાળના જનકપુરથી દેવ શીલા લઈ બુધવારે રાત્રે આ યાત્રા જન્મભૂમિ અયોધ્યા ખાતે પહોચી હતી. જયા ગુરુવારે સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજન અર્ચન કરવામાં આવ્યુ હતું. અને સમગ્ર અયોધ્યા વાસીઓ ઉત્સાહ મનાવી રહ્યા છે. ત્યારે રામમંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. 

ફોન કરનાર શખ્સે કહ્યુ આજે 10 વાગ્યા સુધી રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાશે

પોલિસને સુચના આપનાર મનોજકુમાર કહ્યુ કે સવારે લગભગ 5.30 કલાકે તેમના ઉપર એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર શખ્સે કહ્યુ કે આજે 10 વાગ્યા સુધી રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જે બાદ મનોજકુમારે પોલિસ સ્ટેશને સુચના આપી હતી.