×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘રામ’ ભાજપના થયા : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2021, ગુરુવાર

રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત બનેલા અભેનતા અરુણ ગોવિલ આજે ભાજપમાં જોડાયા છે. અરુણ ગોવિલે રાજધાની દિલ્હીમાં ભાજપના મુખ્ચ કાર્યાલયમાં ભાજપની સદસ્યતા ધારણ કરી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે નજીકના સમયમાં જ દેશના પાંચ રાજ્યોના અંદર વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા અરુણ ગોવિલનું ભાજપમાં જોડાલું ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ભાજપમાં સામેલ થયા બાદ અરુણ ગોવિલે કહ્યું કે આ સમયે આપણું જે કર્તવ્ય છે, આપણે તે કામ કરવું જોઇએ. મને રાજનીતિ આજથી પહેલા સમજમાં નથી આવી, પરંતુ જ્યારથી મોદીજીએ દેશને સંભાળ્યો છે ત્યારથી દેશની પરિભાષા બદલાઇ ગઇ છે.

જો કે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે તે હજુ નક્કી નથી. એવી પણ અટકળો ચાલી રહી છે કે ભાજપમાં જોડાયા બાદ તેઓ વિધાનસભા ચૂંટણી પણ લડે તેવી શક્યતા છે. આ સિવાય અરુણ ગોવિલ બંગાળમાં ભાજપ માટે પ્રચાર પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ બંગાળમાં જય શ્રી રામના નારા સાથે જોર શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે પડદા પરના રામ આવવાથી તેમને ફાયદો થઇ શકે છે.