×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામમંદિર મોદી સરકાર નહીં સુપ્રીમકોર્ટને લીધે બની રહ્યું છે, અમારા-તેમના હિન્દુત્વમાં મોટો તફાવત : આદિત્ય ઠાકરે

image : Twitter


મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ ભાજપને આડેહાથ લેતાં તેના પર આરોપ મૂક્યો કે સત્તારુઢ શિવસેનાની સહયોગી પાર્ટી રાજ્યમાં રમખાણો ભડકાવે છે. તે હિન્દુત્વના નામે લોકોને બાળી નાખે છે.  તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ પામી રહ્યું છે તેનો શ્રેય કેન્દ્રની મોદી સરકારને નથી જતો. જો તમે એવું વિચારી રહ્યા છો તો તદ્દન ખોટું વિચારો છો. મંદિર બનાવવાનો નિર્ણય કેન્દ્રનો નહીં પણ સુપ્રીમકોર્ટનો છે. 

અમારો હિન્દુત્ત્વ સ્પષ્ટ છે 

શિવસેના(યુબીટી)ના નેતાએ કહ્યું કે અમારો હિન્દુત્ત્વ સ્પષ્ટ છે પણ અમને ભાજપના હિન્દુત્ત્વ પર વિશ્વાસ જ નથી. અમે લોકોને તેમની પસંદગીના ભોજન જમવા પર બાળી નથી નાખતા. જો આ જ ભાજપનો હિન્દુત્ત્વ છે તો હું, મારા પિતા, મારા દાદા અને મહારાષ્ટ્રના લોકોને તે સ્વીકાર્ય નથી. ઉલ્લેખનીય છે કે ઠાકરેએ આ ટિપ્પણી હૈદરાબાદની ગીતમ યુનિવર્સિટીના એક કાર્યક્રમના અવસરે વિદ્યાર્થીઓને સંબોધતા કરી હતી. 

2014માં દગો કર્યો હતો 

આદિત્ય ઠાકરેએ કહ્યું કે હું એક હિન્દુ છું અને હિન્દુ હતો જ્યારે ભાજપે 2014માં શિવસેના સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપે તે સમયે અમારી પીઠ પર છરો ભોંક્યો હતો. અમે ત્યારે પણ હિન્દુ હતા અને આજે પણ હિન્દુ છીએ. ભાજપ આજે રાજ્યમાં રખમાણો ભડકાવવાનો પ્રયાસ કરે છે. તે કાશ્મીરી પંડિતો અંગે કેમ મૌન ધારણ કરી બેઠો છે?