×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાણી એલિઝાબેથનુ નિધન: રોયલ ફેમિલીએ કરી સત્તાવાર જાહેરાત


લંડન :  બ્રિટનના મહારાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડ ખાતે આજે નિધન થયું હતું. રાણીના નિધન અંગેની સતાવાર જાહેરાત રોયલ ફેમિલીએ એક નિવેદનમાં કરી હતી.

ઉનાળુ વેકેશનમાં સ્કોટલેન્ડ ગયેલા રાણી ઉંમરના કારણે બહુ હરી ફરી નહિ શકતા તેમણે ત્યાં રહેવાનું જ પસંદ કર્યું હતું. રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ  નવા રાજા બનશે.

મહારાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા ૭૦ વર્ષથી આ પદ ઉપર હતા.

તા.૫ સપ્ટેમ્બરના રોજ નવા વડાપ્રધાન તરીકે ચુંટાયેલા લીઝ ટ્રુઝને પદભાર સાંભળવા માટે આમંત્રણ આપવા તેઓ છેલ્લે જાહેરમાં દેખાયા હતા.

તેમના કાર્યકાળમાં તેમણે બ્રિટનના ૧૫ વડાપ્રધાનને સત્તા સોંપી હતી.