×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : મહામારીમાં ખડેપગે સેવા આપનાર તબીબોને આર્થિક લાભ અપાશે

અમદાવાદ, તા.16 એપ્રિલ 2021, શુક્રવાર

દેશ અને દુનિયામાં છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી કોરોના નામની મહામારી હાહાકાર મચાવી રહી છે. આ મહામારીથી માનવજાતની રક્ષા કોઇ કરી રહ્યું હોય તો તે ડોક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓ છે. જેમને દુનિયાએ કોરોના વોરિયર્સ એવું નામ આપ્યું છે. તેઓ ખડેપગ રહીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. દિવસ રાત જોયા વગર તેઓ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત

ત્યારે અત્યારે ગુજરાત કોરોનાની બીજી લહેરના ભયંકર ભરડામાં આવ્યું છે. ત્યારે રાજ્યના તબીબોની દિવસ રાતની સેવાને ધ્યાને રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઉલ્લેકનીય છે કે આજે સવારે જ રાજ્યના મુખ્યમંતરી વિજય રુપાણીએ સંબોધન કરીને ડોક્ટરો અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા રાજ્ય સરકારે આરોગ્ય વિભગના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું હતું. જેમાં હજુ વધારો કરાયો છે. કૉવિડમાં સેવા આપનારા તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે લીધો છે.

ઉલ્લેખનીય છે કે કરોનાની આ કપરી પરિસ્થિતિમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા તેમજ સારવાર કરી રહ્યા છે.