×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યસભામાં વિપક્ષના સૂત્રોચ્ચાર, ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા લો ની ગૂંજ


નવી દિલ્હી, તા. 02 ફેબ્રુઆરી 2021 મંગળવાર

ખેડૂતોના આંદોલનને લઈને આજે સંસદમાં હોબાળાના અણસાર છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચા માટે નોટિસ આપી છે. વિપક્ષના અન્ય કેટલાક દળોએ પણ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ કરી છે.  

રાજ્યસભામાં વિપક્ષના સૂત્રોચ્ચાર

ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા લેવાના સૂત્રોચ્ચાર કર્યા. અગાઉ કેટલાક વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ માટે નોટીસ આપી પરંતુ રાજ્યસભા ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઈનકાર કરી દીધો. જે બાદ વિપક્ષી દળ સદનથી વૉકઆઉટ કર્યા અને શૂન્ય કાળ શરૂ થઈ ગયો. જે બાદ વિપક્ષી સાંસદ સદનમાં પાછા આવ્યા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા કૃષિ કાયદા પાછા લેવાના સૂત્રોચ્ચાર કર્યા.

ચેરમેને ચર્ચાથી કર્યો ઈનકાર

રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યુ કે કૃષિ કાયદા પર પહેલાથી ચર્ચા થઈ ચૂકી છે જેથી હવે તેની જરૂર નથી. તેમણે કહ્યુ કે જો આપ ઈચ્છો તો આપની સામે ચર્ચાના રેકોર્ડ રાખવામાં આવી શકે છે. વેંકૈયા નાયડુએ કહ્યુ કે ખેડૂત આંદોલન પર આજે નહીં. કાલે ચર્ચા થશે. 

ભાજપ સાંસદ જીવીએલે ઉઠાવ્યો મંદિરનો મુદ્દો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે રાજ્યસભામાં શૂન્ય કાળની નોટિસ આપી છે અને આંધ્ર પ્રદેશમાં હિંદુ મંદિર પર થયેલા હુમલાના આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગ મૂકી છે.

આપવામાં આવ્યો સ્થગન પ્રસ્તાવ

ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના મુદ્દે કેટલાક વિપક્ષી દળો દ્વારા રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. આરજેડી સાંસદ મનોજ ઝા, ટીએમસી સાંસદ સુખેન્દુ શેખર રે, ડીએમકે એમપી તિરૂચિ સિવા, સીપીએમ એમપી ઈ.કરીમે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે અને ખેડૂતોના મુદ્દે પર ચર્ચાની માગ કરી છે.

ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે નોટિસ

કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ખેડૂતોના આંદોલન ફરી જોર પકડી શકે છે. ખેડૂત મોર્ચાએ 6 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં ચક્કજામ કરવાનુ એલાન કર્યુ છે. આ વચ્ચે ખેડૂતોના મુદ્દાને લઈને સંસદમાં હોબાળા અણસાર છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે. આ સિવાય ટીએમસી સાંસદ અર્પિતા ઘોષે પણ નોટિસ આપી છે. વિપક્ષના કેટલાક દળ પણ ખેડૂતોના મુદ્દે પર ચર્ચાની માગ કરી રહ્યા છે.