×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા નહીંવત, આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને સામાન્ય ઝાપટા અને છૂટાછવાયો વરસાદ સિવાય હાલ ચોમાસું સક્રિય નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદનું જોર વધશે નહી અને રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 

મોટાભાગે હળવો અને સામાન્ય વરસાદ રહેશે

રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપતા જણાવ્યું હુતં કે વરસાદનું જોર વધવાની શક્યતા નથી અને મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબહ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

માછીમારોને માત્ર આવતીકાલ માટે જ ચેતવણી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગઈકાલે જણાવ્યુ હતું કે આગામી 15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય  આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર આવતીકાલ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માટે ચેતવણી આપવામાં આવી છે.