×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં વધારાના 9 સાથે કુલ 29 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કર્ફ્યુ, રાજ્ય સરકાર દ્વારા વધારાના નિયંત્રણો મુકાયા

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

ગુજરાત અત્યારે કોરોના વાયરસના અજગરી ભરડામાં છે. જેમાંથઈ બહાર નિકળવા માટે સરકાર ને લોકો બંને પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા સરકારે રાજ્યના 8 મહાનગરો ઉપરાંત અન્ય 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યો હતો. તયારે આજે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે તેમાં વધુ પાંચ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે રરાજ્યના કુલ 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથઈ સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગુ રહેશે.

જે નવા પાંચ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે તેમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો સમાવેશ થયો છે. આ કર્ફ્યુ ગામી 5 મે સુધી અમલમાં રહેશે. માત્ર આટલું જ નહીં રાજ્યમાં કોરોના વાયરસનો જે હાહાકાર મચી રહ્યો છે, તેને ધ્યાને લઇને સરકારે આ 29 શહેરાં વધારાના પ્રતિબંધો પણ મુક્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજે જે આદેશો જાહેર કરવમાં આવ્યા છે, તેમનો અમલ આવતીકાલથી શરુ થશે.


29 શહેરોમાં સરકારે લગાવેલા વધારાના નિયંત્રણ

-  અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

-  આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

- આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

- તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

- સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

- સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

- સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

- સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.