×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં લોકડાઉન અને રાત્રિ કરફ્યૂને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, અત્યારે તો….

અમદાવાદ, તા. 20 માર્ચ 2021, શનિવાર

ગુજરાતમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલી છે અને વિકેન્ડ કરફ્યૂની આશંકા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ફરીથી સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં લોકડાઉન નહી લાગે.

સંક્રમણ વધતાં લોકોમાં લોકડાઉનનો ભય છે એ અંગે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફક્ત ગુજરાતમાં જ સંક્રમણ નથી વધ્યું. છેલ્લા ઘણા દિવસોથી અન્ય રાજ્યોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. માર્ચ મહિનાથી સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્ર-પંજાબમાં ચૂંટણી નથી છતાં ત્યાં પણ સંક્રમણ વધ્યું છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉન થવાનો નથી. આ ઉપરાંત દિવસનો કર્ફ્યૂ પણ નહીં લાગે.લોકોએ પેનીક થવાની જરૂર નથી. ગુજરાતમાં કોઈ લોકડાઉન નથી થવાનું. દિવસે કોઈ લોકડાઉન નહીં લાગે. ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ભારતમાં કેસ વધી રહ્યા છે. જ્યાં ચૂંટણી નહતી ત્યાં પણ કોરોનાના કેસ વધ્યા છે.

વધુમાં તેમણે કહ્યું, અત્યારે તો કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિન બે જ રસ્તા છે. લોકો આગળ આવીને વેક્સિનેશન લે તો સારૂ છે. વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બજેટ સત્ર તો ચાલુ જ રહેશે.