×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં ભારે વરસાદને લઈને ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેમજ કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો તેમજ જૂનાગઢમાં અને નવસારીમાં આભ ફાટ્યું હોવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ, ભાવનગર, ભરુચ અમરેલી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમા ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી 27મી તારીખથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બે દિવસ બાદ દરિયમાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે જૂલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે.

રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ આટલો પડ્યો

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થયુ છે ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 69.97 ટકા વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછો 53 ટકા વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો.  ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા હતા.