×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં બોગસ GST બિલિંગ કૌભાંડ મામલો, ભાવનગરના 2 માસ્ટરમાઈન્ડની ધરપકડ

Image : Pixabay

અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2023, શનિવાર

ગુજરાતમાં બોગસ GST બિલિંગના કૌભાંડ મામલે ભાવનગરના 2 માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ રાજ્યના અલગ અલગ શહેરોમાં પેઢીઓમા GSTની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં કરોડોના બેનામી ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. 

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મામલે બે દિવસ પહેલા રાજ્યમાં ચાર મોટા શહેરોમાં 100 કરતા પણ વધુ પેઢીઓ પર GSTની ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં ભાવનગરના બે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી હતી. આ ભેજાબાજ સ્થળ છુપાવવા માટે હેન્ડલર્સ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત જૂદા જૂદા રાજ્યોમાં ખોટી પેઢીઓ બનાવી 802 કરોડના બિલિંગ બનાવ્યા હતા અને 114 કરોડની GSTની કરચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી ખોટી પેઢી ઉભી કરતા

રાજ્યમાં ચાલી રહેલા વ્યાપક GST બિલિંગના કૌભાંડમાં આજે બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા રાજ્યની SGST ટીમે પોલીસની સાથે રહીને અમદાવાદ, આણંદ, ભાવનગર અને રાજકોટ ખાતે અંદાજે 100 કરતા વધારે પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. આ ઉપરાંત કૌભાંડીઓ આધાર નંબર મેળવીને તેમાં મોબાઈલ નંબર બદલીને તેના નામે ખોટી પેઢી ઉભી કરતા હતા. છેલ્લા છ મહિનાના ગાળામાં જ અદાજે 1500 જેટલા મોબાઈલ નંબર બદલીને 470 જેટલા GST રજિસ્ટ્રેશન મેળવવમાં આવ્યા હતા.