×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાની કથળતી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ ડેલિગેશનની મુખ્યમંત્રીને રજૂઆત, પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી

- ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સુવિધા ઉભી કરવા માંગ કરી

- ઓક્સિજનની અછતને પહોંચી વળવા અને ફી માફિયા પર લગામ કસવા માંગ

અમદાવાદ, તા. 5 મે 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધારે ખરાબ છે.  બધઆ વચ્ચે વિજય રુપાણીની કામગીરી અંગે ચારેકોરથી સવાલો ઉઠી રહ્યાછે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે 33 જેટલા મુદ્દાઓની રજૂઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણ સહિતના સિનિયર કોંગ્રેસના નેતાઓએ ગ્રામ્ય વિસ્તારમા વકરતા કોરોનાને લઈને વધુ ટેસ્ટિંગ અને વાયરલ ડિઝાસ્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ સિવાય ઈન્જેક્શન, ઓક્સિજનના જ્થ્થા તેમજ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર આરટી-પીસીઆર અને સીટી સ્કેનની સુવિધા મફત ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે. કોંગ્રેસે સરકારને કહ્યું કે અત્યારે ઓક્સિજનની અછત છે, ત્યારે સરકારે તેનું ઉત્પાદન વધારવું જોઇએ. જેના માટે રાજ્યમાં ઓક્સિજનના જે ખાનગી પ્લાન્ટ છએ તેમને વિજળીમાં રાહત આપવાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનીણીએ આક્ષેપ કરતા કહ્યું કે કોરોનાકાળમાં સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. તેમણે કહ્યું કે સરકારે કોંગ્રેસના નેતાઓની રજૂઆત સાંભળી છે, અને અમે સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. જો સરકાર આગામી દિવસોમાં પગલા નહી ભરે તો રસ્તા પર ઉતરીને દેખાવો કરશું તેવી ચીમકી કોંગ્રેસ નેતાએ ઉચ્ચારી છે.

આ સિવાય કોંગ્રેસના ડેલિગેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું કે કોરોનાના કારણે રાજ્યમાં શિક્ષણની કામગીરી ખોરંભે ચડી છે. બીજી તરફ નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી લેવાનું કેટલીક શિક્ષણ સંસ્થાઓએ શરૂઆત કરી છે. આ ફી માફિયા પર લગામ લાગે તેવી માંગ કરી છે. આ સિવાય બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાના આયોજનને લઈને ચિંતાતુર છે. ત્યારે કોરોના મહામારીની સ્થિતિમાં માસ પ્રમોશન અંગે નિર્ણય લેવામાં આવે.