×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે 4 મહાનગરોમાં સરકારે અનુભવી અધિકારીઓને ઉતાર્યા મેદાને

અમદાવાદ, તા. 17 માર્ચ 2021, 2021, બુધવાર

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રીએ વધતા સંક્રમણને જોતા ચાર મહાનગરો માટે અનુભવી અધિકારીઓને મેદાને ઉતાર્યાં છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી સોંપાઇ છે, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે તો વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણેને સોંપાઈ છે.

સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના એ ફરી માથું ઉચક્યું છે. સુરતમાં આજે 300થી વધુ કેસ થઈ ગયા છે. સુરતની વસ્તી જતી પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા ની કામગીરી પર નિરીક્ષણ રાખવા માટે ફરી એકવાર પૂર્વ કમિશનર એમ. થેન્નારસન ને જવાબદારી સોંપી છે.તેઓ આવતીકાલથી સુરત આવી જશે અને સુરત મહાનગર પાલિકાની તમામ કામગીરી પર નજર રાખશે.

અમદાવાદ

ડૉ. રાજીવ ગુપ્તા

સુરત

એન.થૈન્નારસન

વડોદરા

ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણે

રાજકોટ

રાહુલ ગુપ્તા