×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ડેંગ્યૂ-ચિકુન ગુનિયાએ ડંખ માર્યો: તંત્ર દોડતું થયું


અમદાવાદ, તા. 8 નવેમ્બર 2021, સોમવાર

રાજ્યમાં કોરોનાના કેસો ગણ્યા ગાંઠ્યા આવતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો રાફડો ફાટ્યો છે. કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા સવા બે મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા છે.

દિવાળીના પર્વમાં કોરોના ઘટતા લોકોમાં ઉજવણીનો બમણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બીજી કરફ ગુજરાતમાં હાલ કોરોનાનો ખતરો નહીવત્ થયો છે પરંતુ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાનો જાણે રાફડો ફાટ્યો છે. ગઈ દિવાળીએ કોરોનાની બીજી લહેર કાળ બનીને આવી હતી ત્યારે આ દિવાળીમાં ચિકન ગુનિયા અને ડેંગ્યુનો કહેર જોવા મળ્યો છે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સવા 2 મહિનામાં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક  કેસો નોંધાયા હતા. છેલ્લા સવા 2 મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા છે..સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 296 કેસો હતા.જેનો રાફડો ફાટતા ઓક્ટોબર માસમાં 327 જેટલા કેસો નોંધાયા હતા અને નવેમ્બરની શરૂવાતમાં જ 57 જેટલા કેસો સામે આવ્યા છે.

જયારે ચિકનગુનિયા સપ્ટેમ્બરમાં 108 દર્દીઓ નોંધાયા હતા જે ઓક્ટોમ્બરમાં 168 દર્દીઓ સરકારી ચોપડે સિવિલમાં નોંધાયા હતા. જ્યારે નવેમ્બરમાં ચિકનગુનિયાના 23 જેટલા દર્દીઓ નોંધાયા છે. તો મલેરિયાની વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં 58 જ્યારે ઓક્ટોબર માસમાં 36 કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા એક જ અઠવાડિયામાં 7 કેસ નોંધાયા છે.

દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાં ઘટતા  તંત્ર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હાલ દેશમાં વેક્સિનેશન પણ પુરપાટ વેગે થઈ રહ્યું છે. મોટાભાગના લોકો કોરોના રસીથી સુરક્ષિત થયા છે ત્યારે હવે ભલે મૃત્યુનુ જોખમ ઓછુ પણ કોરોના જેટલા કે તેથી પણ વધારે બિમાર પાડી દેતા ડેન્ગ્યુએ ભરડો લીધો છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સવા 2 મહિનામાં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક  કેસો નોંધાયા હતા. 

આ તો ખાલી અસારવા સિવિલ હોસ્પિટલના આંકડાઓ છે. બીજી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ મચ્છરજન્ય રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે.  

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસે વિકરાળ મોં ફાડતા ડેન્ગ્યુ વાયરસ નબળો પડયો હતો હવે જ્યારે કોરોનાના કેસો ગણ્યા ગાંઠ્યા આવતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો રાફડો ફાટ્યો છે. કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા છે.