×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના 26 IAS અધિકારીઓની બઢતી અને બદલી, પંકજ કુમારની ગૃહ મંત્ર્યાલયમાં બદલી

ગાંધીનગર, તા. 9 જૂન 2021, બુધવાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા  બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ એક સાથે 26 IASની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાંથી 18 અધિકારીઓની બદલી અને 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

1986ની બેચના IAS પંકજ કુમારની બદલી ગૃહમંત્રાલયમાં કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. વિપુલ મિત્રાને પંચાયત અને ગ્રામીણ મકાન વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખનીજ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે.

વિજય નેહરાને સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રાજીવ ગુપ્તાને ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અમેન્દ્ર કુમાર રાકેશને જાહેર વહીવટ વિભાગમાં બદલી આપવામાં આવી છે. સુનૈના તોમરને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં બદલી આપવામાં આવી છે.

વિપુલ મિત્રાને પંચાયતના મુખ્ય અધિક સચિવ બનાવવામાં આવ્યા છે. મનોજ અગ્રવાલને આરોગ્ય વિભાગમાં બદલી આપવામાં આવી છે. કમલ દયાણીની મહેસુલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 

ક્યા અધિકારીની બદલી ક્યા થઈ?

(1) પંકજ કુમારને રેવન્યૂ વિભાગમાંથી બદલી કરીને ગૃહવિભાગમાં અગ્ર સચિવ બનાવવામાં આવ્યા

(2) વિપુલ મિત્રા, શ્રમ વિભાગમાંથી ખસેડીને પંચાયત વિભાગમા મૂકાયા

(3) ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, વનવિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમા મૂકાયા

(4) અમરેન્દર કુમાર રાકેશ, પંચાયત વિભાગમાંથી ખસેડીને સામાન્ય વહિવટ વિભાગમાં મૂકાયા

(5) સુનૈયના તૌમર, ઊર્જા વિભાગમાંથી ખસેડીને સામાજિક ન્યાય વિભાગમા મૂકાયા

(6) કમલ દયાણી, સામાન્ય વિભાગમાંથી ખસેડીને મહેસૂલ વિભાગમાં મૂકાયા

(7) મનોજ કુમાર દાસ, ચીફ મિનિસ્ટરના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી ખસેડીને પરિવહન વિભાગમા મૂકાયા

(8) મનોજ અગ્રવાલ, સામાજિક વિભાગમાંથી ખસેડીને આરોગ્ય વિભાગમા મૂકાયા

(9) અરુણકુમાર એમ.સોલંકી, જીએમડીસીના એમડી પદેથી ખસેડીને વન વિભાગમાં મૂકાયા

(10) મમતા વર્મા, ઉદ્યોગ વિભાગમાંથી ખસેડીને ઊર્જા વિભાગમાં મૂકાયા

(11) સોનલ મિશ્રા, જળ પુરવઠા વિભાગમાંથી ખસેડીને ગ્રામીણ વિકાસ વિભાગમાં મૂકાયા

(12) રમેશચંદ મીણા, જમીન સુધારણા વિભાગમાંથી ખસેડીને સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ વિભાગમા મૂકાયા

(13) હરીત શુક્લા, વિજ્ઞાન વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા

(14) વિજય નહેરા, ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા

(15) જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર તરીકે કામ કરશે

(16) શ્રી રુપવંત સિંહ, નાણા વિભાગમાંથી ખસેડીને જીઓલોજી,માઈનિગ વિભાગમાં મૂકાયા

(17) સ્વરુપ પી.મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરામાંથી ખસેડીને મહેસૂલ વિભાગમાં મૂકાયા

(18) મનિષા ચંદ્રા, મહિલા બાળ વિકાસ વિભાગમાંથી ખસેડીને નાણા વિભાગમાં મૂકાયા

(19) બંસા નિધિ પાણી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ખસેડીને શહેર વિકાસ વિભાગ,સુરતમાં મૂકાયા

(20) હર્ષદકુમાર રતિલાલ પટેલ, મહેસુલ વિભાગમાંથી ખસેડીને શ્રમ રોજગાર વિભાગમાં ખસેડાયા

(21) પોન્ગુમટલા ભારથી, સર્વ શિક્ષા અભિયાનમાંથી ખસેડીને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરશે.

(22) રણજીત કુમાર, માઈક્રો,સ્મોલ વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ,ખાણ ખનીજ વિભાગમાં ખસેડાયા.

(23) શાલિની અગ્રવાલ, વડોદરા કલેક્ટર પદેથી ખસેડીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા

(24) શ્રી કે કે નિરાલા, ગૃહ વિભાગમાંથી ખસેડીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ખસેડાયા

(25) એચ.કે.પટેલ, મહેસાણાના કલેક્ટરને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભફાગમાં ખસેડાયા. 

(26) એસ.એ.પટેલ, જામનગરના મ્યુનિસિપલ કમિશનર પદેથી ખસેડીને મધ્યાહન ભોજન યોજના વિભાગમાં ખસેડાયા.