×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યનાં આ 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુમાં એક કલાકની રાહત, લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજુરી

ગાંધીનગર, 24 જુન 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનાં હવે વળતા પાણી થઇ રહ્યા છે, જેનાં કારણે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં રાહત આપવાની શરૂઆત કરી છે. આજે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ખુબ મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યો છે.

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કરફયુ યથાવત રહેશે. 18 શહેરોમાં રાત્રી કરફયુ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

જાણો સરકારે લોકોને શું રાહત આપી

• હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે

• આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

• લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે

• અંતિમવિધી અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ

• સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે

• વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ

• GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ

• પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

• રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે

આ શહેરોમાં કરફ્યુ નહીં

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા

આજે સાંજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.