×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજુ શ્રીવાસ્તવ ICUમાં દાખલ, દીકરીએ કહ્યું- પપ્પાની તબિયત હજી ઠીક નથી


- લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારના રોજ દિલ્હીની એક હોટેલના જિમમાં વર્ક આઉટ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ટ્રેડમિલ પર પડી ગયા હતા

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર

સ્ટેન્ડ અપ કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. રાજુ હજુ પણ AIIMSના ICUમાં દાખલ છે. હાલમાં જ તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવે તેમની તબિયત અંગે જણાવતા કહ્યું હતું કે, તેમની તબિયતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. મેડિકલ ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહી છે. અમે તેમની તબિયતમાં સુધારો જોવા મળે અને ઝડપી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છીએ. હાલમાં દેખરેખ કરવા માટે માતા પિતા સાથે ICUમાં છે.

તમને જણાવી દઈએ કે, લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારના રોજ દિલ્હીની એક હોટેલના જિમમાં વર્ક આઉટ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ટ્રેડમિલ પર પડી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ મોટા નેતાઓને મળવા માટે હોટલમાં રોકાયા હતા.

- સુનિલ પાલે અપડેટ આપી 

કોમેડિયન સુનીલ પાલે બુધવારે અપડેટ આપતા કહ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવને પહેલા કરતા સારૂં છે. તેમની તબિયતમાં સુધારો જાવા મળી રહ્યો છે. તે તમારા બધા સાથે અને ભગવાનના આશીર્વાદથી ઠીક છે. રાજુ હવે ખતરાની બહાર છે. તે જ સમયે, તેમની ટીમે માહિતી આપી હતી કે તે હવે ખતરાની બહાર છે.