×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજીવ ગાંધી હત્યાકાંડઃ 1 મહિનાના પેરોલ પર બહાર નીકળી નલિની શ્રીહરન


- તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર 1 મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો

- નલિનીએ એક વખત જેલમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો

નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2021, શુક્રવાર

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં 2 દશકા કરતાં પણ વધારે સમયથી ઉંમરકેદની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે ગુરૂવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને આ જાણકારી આપી હતી. તમિલનાડુ સરકારે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયને સૂચના આપી હતી કે, રાજ્યએ રાજ્યપાલને રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ 7 દોષીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી. 

આ કેસમાં નલિની ઉપરાંત 6 લોકો દોષી ઠેરવાયા હતા. દોષી લોકોમાં તેના પિતા મુરૂગન, સુથિનથિરા રાજા ઉર્ફે સંથાન, એજી પેરારીવલન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રનનો સમાવેશ થાય છે. દોષિતો પૈકીના 4 શ્રીહરન, સંથાન, રોબર્ટ પાયસ અને જયકુમાર શ્રીલંકાના નાગરિક છે. 

તમામ દોષિતોને આજીવન કારાવાસ

નલિની અને અન્ય એક દોષીને વેલ્લોર ખાતે મહિલાઓના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યા છે. નલિનીએ એક વખત જેલમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેની સાથીએ તેને આત્મહત્યા કરતા જોઈ લીધી હતી અને જેલરને જાણ કરી હતી. ટાડા કોર્ટે 21 મે, 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યામાં નલિની અને અન્ય લોકોની ભૂમિકા માટે દોષી માનીને સૌને મોતની સજા સંભળાવી હતી પરંતુ બાદમાં તેને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવી હતી.