×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાન સરકારમાં ફરી વખત ઉહાપોહ, મંત્રી મંડળનો વિસ્તાર ટાળવા અશોક ગહલોતની નવી ચાલ

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર

રાજસ્થાનની રાજનીતિમાં છેલ્લા ઘણા દિવસોથી નવા જૂનીની એંધાણ છે. તેવામાં સોમવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગહલોત પોસ્ટ કોવિડ રિકવરી કરી રહ્યા છે. ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તેઓ દોઢથી બે મહિના સુધી કોઇને ના મળવાની સલાહ આપી છે. તેઓ સતત વીડિયો કોન્ફરન્સિંગ વડે લોકો સાથે જોડાયેલા રહે છએ ને આગળ પણ વી રીતે જ કામ કરશે.

મુખ્યમંત્રી કાર્યાલયના આ પ્રકારના નિવેદનથી રાજસ્થાન સરકારમાં બધું બરાબર નાહોવાની અટકળોને બળ મળ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવું નિવેદન એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે સચિન પાયલટ અને તેમનું જૂથ સતત મંત્રિ મંડળમાં ફેરબદલ અને નવી નિયુક્તિઓને લઇને અશોક ગહલોત પર દબાણ વધારી રહ્યા છે. જેને ટાળવા માટે મુખ્યમંત્રીએ આવું નિવેદન આપ્યું છે.

આ નિવેદન વડે અશોક ગહલોત એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ કોઇના દબાવમાં નહીં આવે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ તેમને મળવા માંગતી હતી, જેમની સાથે મિટીંગ ટાળવા માટે આવું બહાનું આગળ ધર્યુ છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતિ પ્રમાણે અશોક ગહલોત પોતાના કેટલાક ધારાસભ્યો અને બીએસપીના ધારાસભ્યોને મળી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આવું નિવેદન આપવામાં આવતા રાજકિય ગરમાવો વધ્યો છે.

આ તરફ રાજસ્થાન સરકારમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના ખાસ ગણાતા ચિકિત્સા રાજ્ય મંત્રી ડો. સુભાષ ગર્ગ અને સચિન પાયલટના નજીકના ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકી વચ્ચે ટ્વિટર પર યુદ્ધ છેડાયું છે. સુભાષ ગર્ગે કહ્યું કે આ મોસમ જ આવી છે, જ્યારે પક્ષીઓ માળો બદલવા માટે આતુર હોય છે. જેના જવાબમાં વેદ પ્રકાશ સોલંકીએ કહ્યું કે કેટલાક પક્ષીઓ બીજાના બનાવેલા માળાઓ પર કબ્જો કરે છે અને પોતાનું કામ થતા ઉડી જાય છે.