×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના નેતા કિરોડી સિંહ બૈંસલાનું અવસાન


- લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અવસાન પર શોક વ્યક્ત કર્યો 

જયપુર, તા. 31 માર્ચ 2022, ગુરૂવાર

રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું અવસાન થઈ ગયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના મોટો ચેહરો હતા. જોકે, બાદમાં તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં 2007માં રાજસ્થાનમાં ગુર્જરોએ મોટું આંદોલન કર્યું હતું. આ આંદોલન રાજસ્થાનમાં ગુર્જરોને અનામત અપાવવા માટે કરવામાં આવ્યું હતું. તેઓ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રમુખ હતા.

ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બૈંસલા સામાજિક આંદોલનના પ્રમુખ નેતા હતા. તેમણે સામાજિક અધિકારો માટે આજીવન સંઘર્ષ કર્યો છે. તેમની ખોટ હંમેશા અનુભવાશે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

કિરોડી સિંહ લાંબા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં તેમના પુત્ર વિજય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રમુખ બની ગયા છે. કિરોડી લાલ કોરોનાકાળ દરમિયાન બે વખત સંક્રમિત થયા હતા.