×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનઃ હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી રેલી પર હુમલા બાદ 30ની ધરપકડ, કરફ્યૂ લગાવાયો


જયપુર, તા. 3. એપ્રિલ 2022 રવિવાર

હિન્દુ નવા વર્ષની ઉજવણીના ભાગરુપે રાજસ્થાનના કરૌલી શહેરમાં નીકળેલી રેલી બાદ બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી.એ પછી અહીંયા તણાવપૂર્ણ સ્થિતિ છે અને પોલીસે શહેરમાં કરફ્યૂ લગાડી દીધો છે.

મળતી વિગતો પ્રમાણે પોલીસે 30 લોકોની આ હિંસામાં ધરપકડ કરી છે.મળતી વિગતો પ્રમાણે શનિવારે હિન્દુ સંગઠનોએ બાઈક રેલી કાઢી હતી.આ રેલી હટવાડા બજાર વિસ્તારમાં પહોંચી ત્યારે તેના પર કેટાલક લોકોએ પથ્થરમારો શરુ કર્યો હતો.

જોત જોતામાં નાસભાગ મચી ગઈ હતી અને કટ્ટરવાદીઓએ સંખ્યાબંદ દુકાનોને અને વાહનોને આક ચાંપી દીધી હતી.બે સમુદાય વચ્ચેની હિંસા પર કાબૂ લેવા માટે મોટા પાયે પોલીસ તૈનાત કરવી પડી હતી.

જોકે એ પછી પણ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસે બંને સમુદાયના લોકો સાથે બેઠક પણ યોજી છે.જોકે લોકોમાં ફેલાયેલા રોષને જોતા શઙેરમાં કરફ્યૂ નાંખી દેવામાં આવ્યો છે.

રાજસ્થાન સીએમ અશોક ગહેલોટે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.બીજી તરફ પોલીસે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે ખાતરી આપી છે.જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.