×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત બાદ સરકાર જાગી, શાળાના સમયમાં ફેરફાર કરવા આપ્યો આદેશ

Image : Pixabay

રાજકોટમા ગોંડલ રોડ પર આવેલી એક ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. આ મોત બાદ રાજ્ય સરકારે જિલ્લા શિક્ષણાઅધિકારી પાસે જવાબ માંગ્યો હતો. આ મામલે હવે સરકાર જાગી જતા રાજકોટની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ ડીઈઓ, ડીપીઓ કચેરીને તાકીદે આદેશ આપ્યો છે. આ ઉપરાંત સરકારે આ આદેશનો ભંગ કરનાર પર કાયદેસરના પગલા લેવાની ચીમકી પણ આપી હતી.

રાજ્ય સરકારે આપ્યો આદેશ

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીનું મોત થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ગુજરાત રાજ્ય સરકારે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર જાગી ગઈ છે અને હવે રાજકોટની તમામ શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ આપી દીધો છે. રાજ્ય સરકારે ઠંડીને લઈ વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત શાળાઓએ ડ્રેસ કોડ પર ભાર ન મુકવા પણ સરકારે આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે તમામ ડીઇઓ, ડીપીઓને પરિપત્ર જાહેર કરીને આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ FIRની ચીમકી પણ આપી હતી. રાજ્ય સરકારના આદેશ બાદ હવે શાળાનો સમય 8 વાગ્યા પછી રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. ઠંડીને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજકોટમાં વિદ્યાર્થિનીનું મોત થયુ હતું

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલની ધોરણ 8માં ભણતી રિયા નામની વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. રાજકોટની સ્કૂલમાં સવારે 7 વાગીને 23 મિનિટે રિયાને અચાનક ધ્રુજારી ઉપડી હતી અને તરત જ બેભાન થઈને ત્યા જ ઢળી પડી હતી. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીના માતાપિતાને પણ જાણકારી આપવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ માટે વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.