×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકારણની સાથે રમતના મેદાનમાં પણ સક્રિય, ભાજપના ધારાસભ્યે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જિત્યો


નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર.2021

ખેલાડીઓ જો રાજકારણમાં ઝુકાવે તે પછી તેઓ રમતના મેદાન પર સક્રીય રહેતા નથી અને રાજકારણના મેદાનમાં વધારે દેખાતો હોય છે.

જોકે ભાજપના બિહારના મહિલા ધારાસભ્ય શ્રેયસી સિંહ તેમાં અપવાદ છે.તેમણે પંજાબમાં રમાઈ રહેલી  64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જિત્યો છે.10 દિવસમાં તેઓ બીજી વખત નેશનલ લેવલ પર ગોલ્ડ જીત્યા છે.

શ્રેયસી સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિવંગત નેતા દિગ્વિજયસિંહ અને પૂર્વ સાંસદ પુતુલ દેવીની પુત્રી છે અને શૂટિંગની ઈન્ટરનેશનલ પ્લેયર પણ છે.2018માં કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જિત્યો હતો.

ધારાસભ્યની સિધ્ધિથી તેમના મત વિસ્તારના લોકો ખુશ છે.શ્રેયસી સિંહને બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે અભિનંદન આપ્યા છે.શ્રેયસી સિંહને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની કેન્દ્રીય કારોબારીના સભ્ય પણ બનાવાયા છે.

ધારાસભ્ય બન્યા બાદ તેમણે ઓનલાઈન એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જિત્યો હતો.