×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાકેશ ટિકૈત 'દો કોડી કા આદમી': કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનુ વિવાદાસ્પદ નિવેદન


નવી દિલ્હી, તા. 23 ઓગષ્ટ 2022, મંગળવાર

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી (Lakhimpur Kheri)થી સાંસદ અને વર્તમાન ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) એક વખત ફરી વિવાદોમાં ફસાઈ ગયા છે. આ વખતે તેઓ પોતાના નિવેદનને લઈને ફસાય ગયા છે. તેમણે કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ને અપશબ્દ બોલતા વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે ખેડૂત નેતાને બે કોડીનો માણસ ગણાવ્યો છે.

લખીમપુર ખેરી કાંડ બાદ સતત વિવાદોમાં રહેનારા બીજેપી સાંસદ અને મંત્રી અજય મિશ્રા ટેનીએ હવે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે હાથી ચાલે છે તો શ્વાન ભસતા રહે છે. રસ્તા પર અનેક વખત શ્વાન ભસે છે. અનેક વખત ગાડીની પાછળ પણ ભાગવા લાગે છે. પરંતુ તે તેનો સ્વભાવ હોય છે, તેના માટે હું કંઈ ના કહીશ. તે પોતાના સ્વભાવ અનુરૂપ વ્યવહાર કરે છે. પરંતુ અમારો આવો સ્વભાવ નથી. 


રાકેશ ટિકૈત અંગે શું કહ્યું?

મંત્રીએ વધુમાં કહ્યું, "હું દરેક વ્યક્તિને સંપૂર્ણ જવાબ આપું છું. પરંતુ તમારા વિશ્વાસે મને શક્તિ આપી છે, જેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે. હું કહીશ કે તમે અમને આ રીતે શક્તિ આપતા રહો. વિશ્વની કોઈ શક્તિ તમને નિરાશ નહીં થવા દેશે. હું રાકેશ ટિકૈતને સારી રીતે ઓળખું છું, તે બે પૈસાનો માણસ છે. તેણે બે વાર ચૂંટણી લડી અને બંને વખત જામીન જપ્ત કર્યા. જો આવી વ્યક્તિ કોઈનો વિરોધ કરે તો તેનો કોઈ અર્થ નથી. તેથી જ હું આવા લોકોને જવાબ આપવા નથી માગતો. 

વધુ વાંચો: અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવી ધરપકડકરો, નહીં તો આંદોલન કરીશું : ટિકૈત

તેમણે કહ્યું કે, આવા લોકોને જવાબ આપવા વ્યાજબી નથી પરંતુ આનાથી તેમની રાજનીતિ ચાલી રહી છે અને તેમની આજીવિકા આનાથી ચાલી રહી છે તો તેઓ પોતાનું ચલાવે. સમય આવશે ત્યારે જવાબ આપવામાં આવશે. પરંતુ હું એટલું કહી શકું છું કે, મેં મારા જીવનમાં કોઈ ખોટું કામ નથી કર્યું. હું સચ્ચાઈ માટે લડી રહ્યો છું. મેં કોઈ ખોટું કામ નથી કર્યું.