×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રસીનું ઉત્પાદન ન થવાનાં કારણે સરકારમાં બેઠેલા લોકો શું ખુદને ફાંસી પર લટકાવી દે?: સદાનંદ ગૌડા

નવી દિલ્હી, 13 મે 2021 ગુરૂવાર

 દેશના ઘણા રાજ્યો કોરોના વાયરસ રસીની અછત અંગે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રસીની અછતને લગતા પ્રશ્નો કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાને પસંદ આવ્યા નહીં અને તેઓ પત્રકારો સાથે ગુસ્સે થઇ ગયા. તેમણે એમ પણ કહીં દીધું કે શું રસીનું ઉત્પાદન ન થવાનાં કારણે સરકારમાં બેઠેલા લોકો ખુદને ફાંસી પર લટકાવી દે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન ગૌડાએ ગુરૂવારે મીડિયા સાથે વાર્તાલાપ દરમિયાન કહ્યું, "કોર્ટે સારા ઇરાદા સાથે કહ્યું છે કે દેશમાં દરેકને રસી લગાવવી જોઈએ." હું તમને પૂછવા માંગુ છું કે જો કોર્ટ આવતીકાલે કહેશે કે તમારે આટલી (રસીઓ) આપવી પડશે અને જો તે ન બનાવી શકાય, તો શું અમારે અમારી જાતને ફાંસી પર  લટકાવી દેવી જોઈએ? '

રસીની તંગીના પ્રશ્નો પર કેન્દ્રીય મંત્રીએ સરકારની કાર્યવાહી, યોજના પર ભાર મૂક્યો અને કહ્યું કે તેના નિર્ણયો કોઈ રાજકીય લાભ અથવા અન્ય કોઈ કારણોસર હોતા નથી. ગૌડાએ કહ્યું કે સરકાર પોતાનું કામ સંપૂર્ણ ઇમાનદારી અને પ્રામાણિકતા સાથે કરી રહી છે અને તે દરમિયાન કેટલીક ખામીઓ બહાર આવી છે.

કેન્દ્રીય પ્રધાનએ જાણવા માગ્યું, 'વ્યવહારીક રીતે કેટલીક બાબતો જે આપણા નિયંત્રણની બહાર હોય છે, શું આપણે તેનું સંચાલન કરી શકીએ છીએ?' તેમણે સ્પષ્ટતા કરી કે પરિસ્થિતી સુધરે અને લોકોને એક-બે દિવસમાં રસી અપાય તે માટે સરકાર શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

ગૌડાની સાથે ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સી ટી રવિએ દાવો કર્યો હતો કે જો સમયસર વ્યવસ્થા કરવામાં આવી ન હોત તો પરિસ્થિતિઓ વધુ વણસી શકતી હતી. રવિએ કહ્યું, "જો અગાઉથી યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોત, તો મોત 10 ગણો અથવા 100 ગણા વધારે થયો હોત." રવિએ કહ્યું, "પરંતુ કોરોના વાયરસના અકલ્પનીય ફેલાવાને કારણે અમારી તૈયારીઓ નિષ્ફળ ગઈ."

જ્યારે કોરોના વાયરસના મુદ્દે કોર્ટોએ સરકારને ફટકાર લગાવી તે અંગે રવિએ કહ્યું, "ન્યાયાધીશોને દરેક બાબતની જાણકારી હોતી નથી." અમારી પાસે જે ઉપલબ્ધ છે તેના આધારે, તકનીકી સલાહકાર સમિતિની ભલામણ કરશે કે કેટલી(રસી)નું  વિતરણ કરવામાં આવશે. અમે તેમના રિપોર્ટના આધારે નિર્ણય લઈશું."

કર્ણાટકમાં કોરોના વાયરસથઈ  ચિંતાજનક છે અને દરરોજ 40-50 હજાર કેસ નોંધાય છે. આ સાથે રસીની માંગમાં પણ અનેક ગણો વધારો થયો છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્ય દ્વારા 3 કરોડ રસી ખરીદવાનો ઓર્ડર અપાયો હતો અને બે રસી ઉત્પાદકોને સપ્લાય કરી છે. જો કે, રાજ્યમાં સાત લાખ ડોઝ જ પહોંચ્યા છે. ઘણા રસીકરણ કેન્દ્રોની સામે લોકો કતારમાં ઉભા રહે છે પણ પાછા ફરવું પડે છે.