×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રસીકરણની ગતિ ધીમી ન પડે, કોરોના સંકટ પર વડા પ્રધાનની સમીક્ષા બેઠક


નવી દિલ્હી, તા. 6 મે 2021, ગુરૂવાર

કોરોનાની બીજી લહેરની સામે જજૂમી રહેલા દેશની હાલતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રની માળખાગત સુવિધા, રાજ્યોમાં કોરોનાની અને દવાઓની વર્તમાન સ્થિતિ વગેરેની માહિતી પુરી પાડવામાં આવી. દરમિયાન તેમણે રસીકરણની ગતિ ધીમી ના પડે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

દેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. પીએમઓ અનુસાર લગભગ 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ઉપરાંત જે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. 

રસીકરણની ગતિ ધીમી ન પડે તેમજ નાગરિકોને લોકડાઉનમાં પણ રસી આપવામાં આવે અને આ કામ સાથે સંકળાયેલા સ્વાસ્થ્યકર્મીઓને બીજી કોઇ જવાબદારી સોંપવામાં ન આવે તેના પર વડા પ્રધાનેભાર મુક્યો હતો. 

બેઠક દરમિયાન વડા પ્રધાનને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હેલ્થકેરના માળાકગત સુવિધા અંગે માહિતી આપવામાં હતી. બેઠકમાં સંક્રમણને અટકાવા માટે તાત્કાલિક અને સમગ્ર ઉપાયો નિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ રસીકરણના રોડમેપની સમીક્ષા કરી. બેઠકમાં 17.7 કરોડ રસી રાજ્યોને આપવામાં આવી છે.

આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સિતારમણ, સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા વગેરે મંત્રીઓ અને અધિકારીઓ હાજર હતા.