×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બોરિસ જોનસનની જાહેરાત- કીવમાં ફરી ખોલશે પોતાનું દૂતાવાસ


- મુશ્કેલીના આ સમયમાં ભારત સાથેના સંબંધો વધારે મજબૂત બન્યાઃ બોરિસ જોનસન

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હાલ 2 દિવસના ભારત પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન જ તેમણે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહથી કીવ ખાતે ફરી એક વખત બ્રિટનનું દૂતાવાસ ખોલી દેવામાં આવશે. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોરિસ જોનસને ભાર આપીને કહ્યું હતું કે, મુશ્કેલીના આ સમયમાં તેમના ભારત સાથેના સંબંધો વધારે મજબૂત બન્યા છે.