×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયામાં સત્તાપલટાનું સંકટ ટળ્યું, બેલારુસની દખલ બાદ પ્રિગોઝિન માની ગયા, બળવાખોરોની પીછેહઠ

image : Twitter/Wikipedia 


રશિયામાં શુક્રવારે રાત્રે સૈન્ય બળવાનો પ્રયાસ થયો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વફાદાર અને બળવો કરી ચૂકેલા સૈનિકોનું એક જૂથ વેગનર ગ્રુપ યુક્રેનની સરહદ નજીક રોસ્ટોવના લશ્કરી મુખ્ય મથકને કબજે કર્યા પછી મોસ્કો તરફ આગળ વધ્યું હતું. તેણે રશિયામાં રાષ્ટ્રપતિના સત્તાપલટો કરવાની પણ જાહેરાત કરી દીધી હતી. જોકે હવે રશિયાથી મોટા સમાચાર એ મળ્યાં છે કે હવે વેગનર સેનાએ મોસ્કો તરફ કૂચ કરવાનું ટાળ્યું છે અને આ બળવો હવે શાંત થઈ ચૂકી છે. 

બેલારુસના રાષ્ટ્રપતિની દખલથી મળી સફળતા 

જોકે, બેલારુસના રાષ્ટ્રપતિએ વેગનરના વડા યેવેગની પ્રિગોઝિનને સમજાવ્યા પછી વેગનર દળોએ પીછેહઠ કરી હતી. રશિયાના સૈન્ય નેતૃત્વ સામે પ્રિગોઝિનના સશસ્ત્ર બળવાને સમાપ્ત કરવા માટે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો દ્વારા મધ્યસ્થતા કરીને કરાયેલા કરારના ભાગરૂપે તે બેલારુસ જશે.

વાતચીત સફળ રહી અને પ્રિગોઝિન માની ગયા 

રશિયન સેનાએ વેગનરની સેનાને રોકવા માટે હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબારમાં બળવાખોરોએ એક હેલિકોપ્ટરને ઠાર માર્યું. પરંતુ શનિવારે રાત્રે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની સમજાવટ પર વેગનરના વડા યેવજેની પ્રિગોઝિને તેના લડવૈયાઓને પાછા ફરવાનું કહ્યું છે.

પ્રિગોઝિને પણ કરી જાહેરાત 

વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિને કહ્યું કે દેશમાં રક્તપાતની સ્થિતિ સર્જવાનો બિલકુલ ઈરાદો નથી. તેમણે તેમની ટીમના જવાનોને તેમની મૂળ સ્થિતિ પર પાછા ફરવાની સૂચના આપી છે. તેમના લડવૈયાઓ માત્ર 24 કલાકમાં મોસ્કોની નજીક 200 કિલોમીટર સુધી પહોંચી ગયા હતા. પરંતુ હવે અમે પરત ફરવાનું નક્કી કર્યું છે. એવી પણ માહિતી મળી છે કે વેગનર ગ્રૂપના સૈનિકો અને પ્રિગોઝિન સામેના બળવાના તમામ કેસ અને આરોપો પાછા ખેંચી લેવા સહમતિ સધાઈ છે.