×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયામાં વિદ્રોહ પર પુતિને કહ્યું- વેગનરે સેનાની પીઠ પાછળ વાર કર્યો, આર્મી આ બળવાને કચડી નાખશે


યુક્રેનમાં રશિયા માટે લડતા ખાનગી સૈનિકોના વેગનર જૂથના વડાએ પુતિન સામે બળવો કર્યો છે. વેગનરની સેનાના વડા યેવજેની પ્રિગોગીને કહ્યું છે કે, તેમના 25,000 સૈનિકો મરવા માટે તૈયાર છે અને તેઓ રશિયન લશ્કરી નેતૃત્વને ઉથલાવી પાડવા આગળ વધી રહ્યા છે. જે બાદ તેના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

દેશની સેના સામે બળવો કરનાર દરેક દેશદ્રોહી: પુતિન 

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે આપણે જે સામનો કરી રહ્યા છીએ તે આંતરિક વિશ્વાસઘાત છે. અમને રશિયામાં અમારા તમામ દળોની એકતાની જરૂર છે. જે કોઈ બળવોની તરફેણમાં પગલા ભરશે તેને સજા કરવામાં આવશે. 

અંગત સ્વાર્થોને કારણે દેશ સાથે દગો કરવામાં આવ્યો: પુતિન 

અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે બેક સ્ટેબિંગ છે, અને તેઓએ તેના માટે ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત પુતિને કહ્યું કે, અમે રશિયાના લોકોના જીવન અને સલામતી માટે લડી રહ્યા છીએ અને કોઈપણ મતભેદોને ઉકેલવા જોઈએ. પુતિને ખૂબ જ આકરા શબ્દોમાં કહ્યું કે-આ સશસ્ત્ર વિદ્રોહ સામે અમારી આકરી પ્રતિક્રિયા હશે. અંગત સ્વાર્થોને કારણે દેશ સાથે દગો કરવામાં આવ્યો અને અમે અમારા દેશ અને નાગરિકોની રક્ષા કરીશું.