×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાનો ગેસોલીનનો ભાવવધારો વધારો અમેરિકાના મોંઘવારી વધારામાં 70% જવાબદાર



13 એપ્રિલ, 2022 બુધવાર

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને અમેરિકામાં વધતી મોંઘવારી માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકામાં ફુગાવો 41 વર્ષની ટોચે પહોંચ્યો છે. માર્ચમાં અમેરિકામાં મોંઘવારી દરના વધારા પાછળ રશિયન ગેસોલીન જવાબદાર છે.

અમેરિકના રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે માર્ચ વધેલ મોંઘવારીમાં 70% માત્ર રશિયન ગેસોલીનના વધેલા ભાવ જવાબદાર છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ફુગાવો માર્ચ મહિનામાં 41 વર્ષની નવી ટોચે પહોંચતા બાઈડને આ જવાબદારીનું ઠીકરૂં રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલ યુદ્ધ અને તેના દ્વારા એકહથ્થુ શાસન ધરાવતા ગેસોલીનના બજાર પર ફોડ્યું છે.

બાઈડને મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણને કારણે ગેસના ભાવમાં વધારો ગત મહિને યુએસ ફુગાવામાં 70% જવાબદાર છે. આયોવાની મુલાકાતે આવેલ બાઈડને કહ્યું કે "માર્ચમાં કિંમતોમાં 70 ટકાનો વધારો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ગેસોલિનના ભાવવધારાને કારણે થયો છે. યુએસ સરકારના આંકડા અનુસાર વાર્ષિક દ્રષ્ટિએ માર્ચમાં ગ્રાહક ભાવાંકમાં 8.5 ટકાનો વધારો થયો છે.




રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ કિંમતોને નીચે લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે. બાઈડને એક ટ્વિટમાં જણાવ્યું કે પુતિનના આ ભાવવધારા સામે લડી લેવા માટે મેં આપણા સ્ટ્રેટજીક પેટ્રોલિયમ રિઝર્વમાંથી આગામી 6 મહિના માટે દરરોજ 1 મિલિયન બેરલ મુક્ત કરશે . આ સિવાય 30થી વધુ દેશો 60 મિલિયન બેરલ વધુ રિઝર્વ બજારમાં છોડવા માટે સંમતિ દર્શાવી છે. અત્યાર સુધીના ઇતિહાસનું આ સૌથી મોટું રિઝર્વ રીલિઝ છે.

બાઈડને વધુમાં ઉમેર્યું કે ઈંધણનો પુરવઠો વધારવા અને ભાવમાં ઘટાડો કરવા માટે પર્યાવરણ સુરક્ષા એજન્સી આ ઉનાળામાં દેશભરમાં E15 ગેસોલિનનું વેચાણ કરવાની મંજૂરી આપવા માટે ઈમરજન્સી મંજૂરી આપવાનું આયોજન કરી રહી છે. નોંધપાત્ર રીતે E15 ગેસોલિન ઘરે ઉગાડવામાં આવતા પાકમાંથી વધુ ઇથેનોલનો ઉપયોગ કરે છે.