×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાને દૈત્ય ચીતરી અમેરિકાએ દુકાન ખોલી: શસ્ત્રો, ક્રુડ-ગેસ લોબીની બેલડીને જલસા

નવી દિલ્હી.તા.26 માર્ચ 2022,શનિવાર

ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારથી રશિયા ઉપર અમેરિકા અને તેના સાથી દેશો એક પછી એક પ્રતિબંધની જાહેરાત કરી રહ્યા છે. આ જાહેરાતની સાથે દર ત્રણ દિવસે અમેરિકા એવા નિવેદન આપે છે કે રશિયા નરસંહાર કરી રહ્યું છે, રશિયા રસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરશે, રશિયા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે. આવા નિવદેન સાથે અમેરિકા રશિયાને દૈત્ય ચીતરી રહ્યું છે. જેમ સદ્દામ હુસૈન પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રકશન છે એમ કહી ઈરાક ઉપર જ્યોર્જ બુશે ચડાઈ કરી હતી એમ આ વખતે વ્લાદિમીર પુતિનને દુનિયાના દુશ્મન ગણાવવામાં આવી રહ્યા છે. 

અમેરિકાની આ જૂની રમત છે અને તેનો સીધો ફાયદો અમેરિકાની ત્રિપુટી લોબીને થાય છે. અમેરિકા વિશ્વમાં શસ્ત્રોની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. વિશ્વની ટોચની શસ્ત્રો બનાવતી 10 કંપનીઓમાંથી છ અમેરિકન છે. વિશ્વમાં દર વર્ષે 1822 અબજ ડોલરના શસ્ત્રોનું વેચાણ થાય છે તેમાંથી 649 અબજ ડોલર એટલે કે ત્રીજો ભાગ એકલું અમેરિકા વેચે છે. દુનિયાના 195 માંથી 167 દેશોને અમેરિકા શસ્ત્રો વેચે છે. 

રશિયાનો ડર ફેલાવી અમેરિકન શસ્ત્રોના સોદાગર હવે યુરોપના દેશો ધમરોળી રહ્યા છે. જર્મની પોતે શસ્ત્રોનું નિકાસકાર છે પણ તેણે અમેરિકા પાસેથી. યુક્રેન કટોકટીના કારણે હવે તે વધુ 35 અમેરિકન બનાવટના F35 વિમાનો અને 15 યુરોફાઈટર ખરીદશે એવી જાહેરાત ગત સપ્તાહે કરી છે છે. આ ખરીદી વાર્ષિક બજેટ સિવાયની છે. જર્મનીએ આ વર્ષે 112 અબજ ડોલરનું ડીફેન્સ બજેટ જાહેર કર્યું છે અને તેમાં અમેરિકન યુદ્ધ સામગ્રી ખરીદવાનો પણ સમાવેશ થાય છે. કેનેડા, સ્વીડન, પોલેન્ડ જેવા દેશોએ પણ પોતાનું ડીફેન્સ બજેટ વધારવાની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં અમેરિકા સાથે વધારે સોદાઓની જાહેરાત થશે. 

નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ ઉત્તર અમેરિકા ખંડ તેમજ યુરોપ વચ્ચેના રાષ્ટ્રોનું સંગઠન છે. નેટો મદદ કરશે, નેટો સૈનિક મોકલશે, નેટો યુદ્ધના વિસ્તારમાં નો ફ્લાય ઝોન જાહેર કરશે એવી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દીમીર ઝેલેન્સકીની આશા હતી પણ અમેરિકાએ આવું કઈ થવા દીધું નથી. યુદ્ધમાં રક્ષણ માટે પોલેન્ડ પોતાના યુદ્ધ વિમાનો યુક્રેનની મદદે મોકલવાના હતા તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને તે રોકી દીધા હતા. બાયડેનનો અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે રશિયાને દુશ્મન ચીતરો, અમેરિકાની દુકાનમાં જેટલો વકરો થાય એ રળી લો.

બાયડેન બે દિવસ યુરોપની યાત્રાએ ચાલુ યુદ્ધે નીકળ્યા હતા અને યુરોપીયન સંઘ સાથે 15 અબજ ક્યુબીક મીટર અમેરિકન ગેસ વેચવાનો કરાર કરી આવ્યા છે. યુરોપીયન યુનિયન તેની કુલ જરૂરીયાતના 40 ટકા ગેસ રશિયા પાસેથી મેળવે છે. હવે અમેરિકાની નજર આ બિઝનેસ ઉપર પડી છે. રશિયાને વૈશ્વિક પેમેન્ટ સીસ્ટમમાંથી બાકાત કરી તેની નિકાસ વિશ્વમાં કોઈ દેશ સ્વીકારે નહી અને સ્વીકારે તો તેનું પેમેન્ટ કઈ રીતે કરવું તે અટકાવી દીધું હતું. પહેલા અમેરિકાએ રશિયન ક્રુડની આયાત ઉપર પ્રતિબંધ જાહેર કર્યો. આવું કરવા યુરોપને ઉશ્કેર્યું. યુરોપ પોતાના ક્રુડ અને ગેસ માટે રશિયા ઉપર નિર્ભર હોવાથી હવે તે અમેરિકન ક્રુડ અને ગેસ યુરોપમાં વેચવા આવી ગયા છે. બાયડેન ઇચ્છતા નથી કે રશિયા યુદ્ધ રોકે, બાયડેને આવું કોઈ નિવેદન પણ નથી કર્યું. અમેરિકાના દરેક નિવેદન પુતીનને ઉશ્કેરવા માટે થઇ રહ્યા છે. પુતિન ઉશ્કેરાય અને યુદ્ધ વિકરાળ બને તો તેના ડરનો ફાયદો અમેરિકાને મળે. 

એક જ યાત્રામાં વર્ષે 15 અબજ ડોલરનો ગેસ અમેરિકા હવે યુરોપને વેચશે. અમેરિકા પાસે આટલો નેચરલ ગેસ, લીક્વીડ સ્વરૂપમાં વેચવાની ક્ષમતા નથી છતાં તેમણે સોદો કરી નાખ્યો છે કારણ કે તેનો ફાયદો અમેરિકાના અર્થતંત્ર અને અમેરિકન ક્રુડ ઓલ લોબીને થવાનો છે.  

અમેરિકા પાસે 96.7 અબજ ક્યુબીક ફીટ પ્રતિદિવસ ગેસ ઉત્પાદનની ક્ષમતા છે અને તેમાંથી 12.7 અબજ ક્યુબીક ફીટ જ પરિવહન માટે લીક્વીડ સ્વરૂપમાં વેચી શકાય એવી ક્ષમતા છે. અમેરિકા વર્ષે 22 અબજ ક્યુબીક મીટર ગેસ યુરોપને વેચે છે જે હવે 37 અબજ ક્યુબીક મીટર થશે. અમેરિકાએ આ વર્ષે જ વેચાણની જાહેરાત કરી છે એનો મતલબ થયો કે અમેરિકા હવે બીજા દેશોના બદલે યુરોપને વધારે ગેસ વેચશે.