×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાની ધમકીથી ભડ્કયું અમેરિકા, ચેતવણી આપી કહી દીધી આ વાત

Image : Wikipedia

અમદાવાદ, 16 માર્ચ 2023, ગુરુવાર

ગઈકાલે અમેરિકી સૈન્ય જાસૂસી ડ્રોન અને રશિયન ફાઈટર પ્લેન આથડાવાની ઘટના બની હતી જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ મામલે રશિયાના સંરક્ષણ મંત્રી અને અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે ટેલીફોનીક વાતચીત થઈ હતી. આ વાતચીતમાં રશિયાએ અમેરિકા પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતચીત બાદ અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે જયા સુધી આંતરરાષ્ટ્રીય કાયદો મંજૂરી આપશે તે વિસ્તાર સુધી અમેરિકન વિમાનો ઉડશે. આ ઉપરાંત અમેરિકાએ રશિયાને ચેતવણી પણ આપી છે કે તે પોતાના વિમાનોને સાવધાની સાથે ઉડાવે.

અમેરિકી સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદા ઉડાનને મંજૂરી આપે છે ત્યાં અમેરિકા તેના વિમાન ઉડવાનું ચાલુ રાખશે. તે રશિયા પર નિર્ભર છે કે તે તેના એરક્રાફ્ટને સુરક્ષિત અને યોગ્ય રીતે ઉડાવે.

રશિયાએ જાણીજોઈને ડ્રોન છોડ્યું -આર્મી ચીફ

US આર્મી ચીફ માર્ક મિલીએ કહ્યું કે પેન્ટાગોન ઘટનાનામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને આ ઘટનામાં શું થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. માર્ક મિલીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા ડ્રોનને જાણી જોઈને અટકાવવામાં આવ્યું હતું. આ ઇરાદાપૂર્વક આક્રમક રીતે કરવામાં આવ્યું હતું અને તે અત્યંત ખોટું અને અસુરક્ષિત છે.