×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાના મગદાન એરપોર્ટ પર ફસાયેલા મુસાફરો સાથે એર ઈન્ડિયાનું વિમાન સાન ફ્રાન્સિસ્કો થયું રવાના

image : Twitter


રશિયાના મગદાન એરપોર્ટ પર ફૃસાયેલા એર ઈન્ડિયાના મુસાફરો અને દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સનીની તકલીફોનો આખરે અંત થયો. તેમને માટે મુંબઈથી મગદાન રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન મગદાન પહોંચી ગયું હતું અને તેમને લઈને સાન ફ્રાન્સિસ્કો માટે રવાના પણ થઈ ગયું છે. 

સવારે પહોંચી ફ્લાઈટ, ત્યારબાદ મુસાફરોને લઈ સાન ફ્રાન્સિસ્કો રવાના 

મુંબઈથી મગદાન માટે રવાના થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ આજે સવારે 6.14 વાગ્યે પહોંચી હતી. આ વિમાને  બુધવારે બપોરે 3:21 કલાકે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI195ને મુંબઈથી રશિયા પહોંચી ત્યાંથી ફસાયેલા 216  મુસાફરોને લઈને સાન ફ્રાન્સિસ્કો જવા માટે રવાના કરાઈ હતી.  તેમાં 16 ક્રૂ સભ્યો પણ સામેલ હતા. 

એર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી 

સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા બાદ એર ઈન્ડિયાના યાત્રીઓને જરૂરી મદદ કરાશે. જેમાં મેડિકલ સારવાર, જમીની પરિવહન, અને આગળની ડેસ્ટિનેશન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મગદાન નોર્થ ઈસ્ટ રશિયામાં ઓખોટસ્ક સાગરના કિનારે આવેલું છે અને ઓબ્લાસ્ટ તંત્ર હેઠળ આવે છે. આ શહેર મોસ્કોથી આશરે 10167 કિ.મી. દૂર છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે 216 મુસાફરો સાથે એર ઈન્ડિયાના વિમાન AI 173મા ખામી સર્જાતા તેનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.