×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાના બોમ્બમારા બાદ સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ થયો લીક


- પુતિન સાથે વાતચીત માટે તૈયાર પરંતુ વાતચીત અસફળ રહી તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છેઃ ઝેલેન્સ્કી

કીવ, તા. 21 માર્ચ 2022, સોમવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયન સેનાએ સોમવારે હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલ્સ વડે યુક્રેનના સૈન્ય મથકોને ટાર્ગેટ કર્યા હતા. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ વાતચીત અસફળ રહી તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. 

રશિયા દ્વારા કરવામાં આવેલા બોમ્બમારા બાદ સુમી ખાતેના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો. Sumykhimprom કેમિકલ પ્લાન્ટ ખાતેથી એમોનિયા ગેસ લીક થયો હતો જેની આસપાસના 2.5 કિમીના ક્ષેત્ર સુધી અસર જોવા મળી. ગેસ લીકેજથી બચવા માટે લોકોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે સિવાય બાથરૂમમાં જઈને સરખી રીતે સ્નાન કરવા અને નાક પર ભીનો રૂમાલ રાખીને શ્વાસ લેવા માટે સલાહ આપવામાં આવી છે. 


ઝેલેન્સ્કી સહિત 3 લોકોને મારવા ઈચ્છે છે રશિયા

યુક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયન વૈગનર સમૂહોના ફાઈટર્સને રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સહિત 3 લોકોને જીવથી મારી નાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમાં ઝેલેન્સ્કી ઉપરાંત તેમનો જમણો હાથ ગણાતા Andriy Ermak અને યુક્રેનના વડાપ્રધાન Denys Shmyhalનું નામ સામલે છે.