×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયન જેટ સાથે ટક્કર થતા અમેરિકન ડ્રોન ગાયબ થયું, USએ વિરોધ વ્યક્ત કર્યો

Image : Twitter

અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર

યુક્રેન યુદ્ધ પર રશિયા અને યુએસ વચ્ચેના તણાવ વચ્ચે ગઈકાલે એક રશિયન Su-27 ફાઇટર જેટ યુએસ લશ્કરી જાસૂસી ડ્રોન રીપર સાથે અથડાયું હતું. આ ડ્રોન કાળા સમુદ્રમાં પડી ગયું હતું. આ ઘટના અંગે અમરેકિએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે કેટલાકે મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ યુએસ મિલિટરી રિકોનિસન્સ ડ્રોનને તોડી પાડ્યું છે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધવાની આશંકા છે. આ બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

અમેરિકી વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે અમારું MQ-9 વિમાન આંતરરાષ્ટ્રીય જળસીમા ઉપર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન એક રશિયન જેટ જાણી જોઈને અમેરિકન ડ્રોનની સામે આવ્યું અને ટક્કર બાદ તે કાળા સમુદ્રમાં પડી ગયું હતું. આ અધિકારીએ કહ્યું કે માનવરહિત ડ્રોન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. કાળો સમુદ્ર એ વિસ્તાર છે જેની સરહદો રશિયા અને અમેરિકાને મળે છે. યુક્રેનને લઈને આ ક્ષેત્રમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.

અમેરિકાએ સખત વિરોધ કર્યો 

મીડિયાના સુત્રો પ્રમાણે અમેરિકી સૈન્ય ડ્રોન પડી જવાની ઘટના પર અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે સખત વાંધો વ્યક્ત કરવા માટે રશિયન રાજદૂત અનાટોલી એન્ટોનોવને બોલાવ્યા છે. પ્રાઈસે એમ પણ કહ્યું કે રશિયામાં અમેરિકી રાજદૂત લીન ટ્રેસીએ પણ રશિયન વિદેશ મંત્રાલયને કડક સંદેશ આપ્યો છે.