×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રવી પાકની MSPમાં રૂ. 400 સુધીનો વધારો : ખેડૂતોને ભેટ


- કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

- ટેક્સટાઇલ સેક્ટર માટે રૂ. 10,683 કરોડની પીએલઆઇ સ્કીમને કેન્દ્રની મંજૂરી : ગુજરાત સહિતના આઠ રાજ્યોને ફાયદો થશે 

- પીએલઆઈ સ્કીમથી ટેક્સટાઇલ સેક્ટરમાં 7.5 લાખ નોકરીઓનું સર્જન થશે 

- જવના લઘુત્તમ ટેકાના ભાવમા સૌથી ઓછો અને મસૂર-સરસવમાં સૌથી વધુ વૃદ્ધિ

- સરકાર મેન મેડ ફાઇબર માટે 7000 કરોડ રૂપિયા અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે 4,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે 

નવી દિલ્હી : કેબિનેટે બુધવારે ટેક્સટાઇલ સેક્ટર માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ(પીએલઆઇ) સ્કીમની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક મેન્યુફેકચકરિગ અને નિકાસ વધારવા માટે ટેક્સટાઇલ સેક્ટર માટે આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે એક ક્વિન્ટલ ઘંઉનો ટેકાનો ભાવ ૪૦ રૂપિયા વધારીને ૨૦૧૫ રૂપિયા કર્યો છે.  સરકાર જે ભાવે ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરે છે તેને ટેકાનો ભાવ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી રવી સીઝન ૨૦૨૨-૨૩ની માટે વિવિધ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વૃદ્ધિ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ઘઉં, મસૂર ચણા સહિતના છ શિયાળુ કૃષિ પાકોના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ થી ૩૫થી ૪૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. એમએસપીમાં વૃદ્ધિથી 

ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વાજબી અને પોષણ ભાવ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ પ્રધાન પિયૂષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે કેબિનેટે મેન મેઇડ ફાઇબર(એમએમએફ) એપરેલ, એમએમએફ ફેબ્રિક્સ સહિતના ટેક્સટાઇલ માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમની જાહેરાત કરી છે.  ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨માં કુલ ૧૩ સેક્ટર માટે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટેક્સટાઇલ સેક્ટર પણ સામેલ હતું. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સટાઇલ સેક્ટરની પીએલઆઇ સ્કીમને કારણે હાઇ વેલ્યુ એમએમએફ ફેબ્રિક, ગારમેન્ટ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલનું પ્રોડ્કશન વધારવામાં મદદ મળશે. 

આ સ્કીમને કારણે પાંચ વર્ષમાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવશે અને ટેક્સટાઇલ સેક્ટરમાં ૭.૫ લાખ નોકરીઓનું સર્જન થશે. પેકેજને બે ભાગમાં રાખવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ભાગમાં ૧૦૦ કરોડ રૂપિયાનું પ્રોડ્કશન અને બીજા ભાગમાં ૩૦૦ કરોડ રૂપિયા સુધીનું પ્રોડ્કશન રાખવામાં આવ્યું છે.  કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલના જણાવ્યા અનુસાર આ સ્કીમથી મુખ્યત્વે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા જેવા રાજ્યોને લાભ મળશે. ગોયલે જણાવ્યું હતું કે બિહાર જેવા રાજ્યો પણ આ સ્કીમથી લાભ ઉઠાવી શકે છે. ભારત બ્રિટન, યુરોપિયન યુનિયન અને યુએઇ જેવા પશ્ચિમી દેશો સાથે પણ મુક્ત વેપાર સમજૂતી પર કાર્ય કરી રહ્યું છે. ટેક્સટાઇલનો સૌથી વધુ ઉપયોગ સંરક્ષણ અને આરોગ્ય સેક્ટર માટે કરવામાં આવે છે. 

વિવિધ રવી કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ 

કૃષિ પાકો

જૂની સ્જીઁ

નવી સ્જીઁ

વધારો

મસૂર

૫૧૦૦

૫૫૦૦

૪૦૦

સરસવ

૪૬૫૦

૫૦૫૦

૪૦૦

ચણા

૫૧૦૦

૫૨૩૦

૧૩૦

સેફ્લાવર(કુસુમ)

૫૩૨૭

૫૪૪૧

૧૧૪

ઘઉં

૧૯૭૫

૨૦૧૫

૪૦

જવ

૧૬૦૦

૧૬૩૫

૩૫


(રૂપિયામાં પ્રતિ ક્વિન્ટલ)