×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રવિવારથી રાજ્યમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો પ્રારંભ થશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ

- રાજ્યમાં માર્ચ મહિનામાં 45 હજારથી વધીને 1 લાખ કરતા વધારે થઇ

અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના કેસ અને મોતનો આંક ઘટ્યો છે. જો કે મહાનગરોમાં જેમ સ્થિતિ સુધરી છે તેમ ગામડાઓમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ બધા વચ્ચે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કોરોના સ્થિતિ અંગે વાત કરી હતી. 

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગત માર્ચ મહિનામાં કોરોના દર્દીઓ માટે કુલ 45 હજાર બેડ હતા, તે વધીને અત્યારે 1 લાખ કરતા વધારે થયા છે. સાથે જ પ્રદીપસિંહે દાવો કર્યો છે કે 29 એપ્રિલે 73% રિકવરી રેટ હતો જે આજે 82% પહોંચ્યો છે. પ્રદીપસિંહે કહ્યું કે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકામાં કોરોના સામેની લડાઇ અંતર્ગત મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન ચલાવવામાં આવશે. આ રવિવારથી રાજ્યમાં અભિયાનનો પ્રારંભ થશે. 

તેમણે કહ્યું કે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન માટે નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ સંયુક્ત કામ કરાશે. નગરપાલિકાના સભ્ય, મનપા કોર્પોરેટર સાથે સંકલન કરી કાર્યક્રમ કરીશું. ઓક્સિજન 1178 મેટ્રિક ટન સુધી પહોંચી છે. સાથે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, સરકારે 18 હજાર ગામોમાં આઇસોલેશન વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ગ્રામીણ ક્ષેત્રે પોઝીટીવ રેટ ઘટે તે રીતે કામ કરીએ છીએ.