×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રણબીર અને આલિયા હવે ઓફિશિયલી શ્રીમાન શ્રીમતી


નવી મુંબઇ તા. 14 એપ્રિલ 2022,ગુરુવાર

બોલીવુડનું સૌથી ક્યુટ કપલ મનાતાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ચૂક્યાં છે. મુંબઇમાં વાસ્તુ એપાર્ટમેંટ સંકુલમાં કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો તથા કેટલાક નજીકનાં મિત્રોની હાજરીમાં બંને વિધિસર ફેરા ફરી એકમેકને સપ્તપદના કોલ આપી કાયમ માટે એકમેકનાં બની ગયાં હતાં. 

રણબીર અને આલિયાનો રોમાન્સ ચાર વર્ષ પહેલાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પર શરૂ થયો હતો. તે પછી વખતોવખત બંનેના લગ્નની વાતો ચર્ચાતી રહી હતી. રણબીરના દિવંગત પિતા રિશી કપૂર અને માતા નીતુએ બહુ પહેલેથી જ રણબીરની પસંદગી આલિયા પર મંજૂરીની મહોર મારી દીધી હતી. કમનસીબે આજનો દિવસ જોવા માટે રિશી કપૂર સદેહે ઉપસ્થિત ન હતા. 


જોકે,સમગ્ર કપૂર પરિવારના સભ્યોએ હાજરી પુરાવી નીતુ અને રિદ્ધિમાને રિશીની ખોટ સાલવા દીદી ન હતી. પરિવારના સૌથી જયેષ્ઠ તરીકે રણધીર કપૂર અને બબીતા , તેમની દીકરીઓ કરિશ્મા અને કરીના ,શમ્મી કપૂરનાં પત્ની નીલા દેવી, રીમા જૈન, આદર જૈન, રીતુ નંદા, નવ્યા નવેલી, સૌએ રંગેચંગે હાજરી આપી હતી. રણબીરના બંને ભાણેજ તૈમુર અને જેહ પણ ખાસ રજવાડી પોશાકમાં મામાના લગ્ન માણવા પહોંચી ગયા હતા. 

ભટ્ટ પરિવારમાંથી મહેશ ભટ્ટ, સોની રાઝદાન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ તથા રાહુલ હાજર રહ્યાં હતાં. બોલીવુડમાં આલિયાને પુત્રી તરીકે માનતા બિગ ડેડી કરણ જોહર ઉપરાંત અયાન મુખરજી, લવ રંજન પણ ઉપસ્થિત હતા. 

અન્ય સેલિબ્રિટી ઓ અને પારિવારિક મિત્રોમાં અમિતાભ બચ્ચન, અંબાણી પરિવારમાંથી શ્લોકા અને આકાશ અંબાણી તથા અન્ય મહાનુભવો આ પળનાં સાક્ષી બન્યાં હતાં. 


ગઇકાલે પૂજા અને મહેંદી સમાપ્ત થયા બાદ નીતુ કપૂરે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગુરુવારે બપોરે રણબીર અને આલિયા લગ્નબંધનમાં બંધાઈ જશે. આજે સવારે હલ્દી વિધિ થઇ હતી. અગાઉ, ક્રિષ્ણા કોટેજીસ થી વાસ્તુ એપાર્ટમેંટ સુધી બારાત કાઢવાનું આયોજન હતું પરંતુ સિક્યોરિટીનાં કારણોસર તે છેલ્લી ઘડીએ કેન્સલ કરાયું હતું. 

લગ્નમાં સોફ્ટ પિંક થીમ હોવાથી મોટાભાગના મહેમાનો વ્હાઇટ, ગોલ્ડ અને લાઇટ પિંક ડ્રેસીસમાં સજ્જ થયા હતા. લગ્ન પ્રસંગે રણબીરની ફેવરીટ સુશી ડીશનું કાઉન્ટર અને આલિયાને ભાવતાં બર્ગર ઉપરાંત ચટાકેદાર પંજાબી અને અન્ય ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. વાસ્તુ એપાર્ટમેંટ બહાર એક એક મહેમાનની તસવીરી ઝલક માટે કલાકો સુધી ખડેપગે ફરજ બજાવનારા મીડિયાકર્મીઓને પણ પ્રખ્યાત રેસ્ટોરાંનું ફૂડ પહોંચાડવામાં આવ્યું હતું. 

નવ પરણિત યુગલ સાંજે સિદ્ધિ વિનાયકના આશીર્વાદ કરી સહજીવનનો પ્રારંભ કરે તેવા અહેવાલો છે. આગામી દિવસોમાં મોટાભાગે કોલોબાની ફાઇવ સ્ટાર હોટલ ખાતે રિસેપ્શન યોજાય તેવી શક્યતા છે જેમાં બોલીવુડ તથા અન્ય ક્ષેત્રોની સેલિબ્રિટીઓ હાજરી પુરાવશે.

આ અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્નમાં બૉલિવૂડની જોડી કરિના કપૂર ખાન અને શૈફ અલી ખાન પણ નજરે પડ્યાં હતા. આ સિવાય કરન જૌહર, નવ્યા નંદા, પુજા ભટ્ટ, મહેશ ભટ્ટ, રાહુલ ભટ્ટ પણ લગ્નમાં પહોંચી ગયા છે. આલિયાની માતા પુત્રીના લગ્નને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. માતા સોની રાજદાન પોતાની પુત્રીના લગ્નનાં રેડી થઇને ફોટો પણ શેર કર્યો હતો.