×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રઘુરામ રાજને કહ્યું – નિર્મલા સીતારમણ પાસે અઘરું કામ, કોઈ મૂલ્યાંકન કરનાર નથી

Image: twitter 



દાવોસ, તા. ૧૯ જાન્યુઆરી ગુરુવાર
દાવોસોમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ચાલી રહી છે. આ દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અંગે મહત્ત્વની ટિપ્પણી કરી હતી. પત્રકાર સાથેની વાતચીતમાં રાજને કહ્યું કે સીતારમણ એક કપરું કામ સંભાળી રહ્યા છે. 

રાજન ભાજપની મોટાભાગની નીતિઓના ટીકાકાર રહ્યા છે 
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની મોટાભાગની નીતિઓના ટીકાકાર રહ્યા છે. એટલા માટે જ નિર્મલા સીતારમણ અંગેની તેમની મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણ એક મુશ્કેલ કામ કરી રહ્યા છે. એવામાં તેમના સારા કે ખરાબ કામ તરીકે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરનાર કોઈ જ નથી હોતું. 

નિર્મલાને રેન્કિંગ આપવા અંગે શું કહ્યું,
જ્યારે પત્રકારે રાજનને પૂછ્યું કે તમે નાણામંત્રી નિર્મલા સીતારમણને કયો રેન્ક આપશો? તો તેમણે કહ્યું કે હું તેમને રેન્ક ન આપી શકું. મેં અગાઉ આવું ક્યારેય કર્યું જ નથી. તેમણે કહ્યું કે અસલ ચિંતા તો મધ્યમવર્ગના લોકોની છે. અર્થતંત્રમાં રોજગારની અછત દેખાય છે. 

આ વર્ષે ૭ ટકાનો વિકાસ શાનદાર
મોટા બિઝનેસ સારા ચાલી રહ્યા છે. તેમણે મહામારી દરમિયાન પણ લોનની ચૂકવણી કરી. બેન્કોએ પણ તેમની બેડ લોન રાઈટ ઓફ કરી દીધી છે. એવામાં બેન્ક અને મોટા બિઝનેસ આગળ વધવા તૈયાર છે. પણ તકલીફ તો મધ્યમવર્ગના લોકોને જ થવાની છે. કોરોના દરમિયાન તેમાંથી મોટાભાગના લોકોએ નોકરી ગુમાવી. નાના અને મધ્યમ કદના ઉદ્યોગનું સારું પ્રદર્શન રહ્યું નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે તેમ છતાં તેઓ સારું કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વર્ષે ૭ ટકાનો વિકાસ શાનદાર છે.