×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુવતી પણ લડી શકે છે તેવો નારો આપનાર પાર્ટીના ધારાસભ્ય મહિલાઓના રેપ પર હલકી ટિપ્પણી કરે છેઃ સ્મૃતિ ઈરાની


નવી દિલ્હી,તા.17.ડિસેમ્બર,2021

કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારે રેપ અંગે કરેલી ટિપ્પણી બાદ ચારે તરફ હોબાળો મચી ગયો છે.

રમેશ કુમારે કહ્યુ હતુ કે, જો રેપ થવાનો જ હોય તો સુઈ જવુ જોઈએ અને મજા લેવી જોઈએ.જેના પર રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીમાં નારો આપે છે કે...મહિલા છું અને લડી શકુ છુ ..તો તે નારાને સાર્થક કરવા માટે પહેલા તો રેપ પર નિવેદન આપનારા નેતાને પાર્ટીમાંથી બહાર કાઢે.

દરમિયાન કોંગ્રેસના નેતા મલિલ્કાર્જુન ખડેગેએ પણ કહ્યુ હતુ કે, રમેશ કુમારે આવી ટિપ્પણી નહોતી કરવી જોઈતી.તે સિનિયર નેતા છે અને તેમણે આવુ કેમ કહ્યુ તે ખબર પડતી નથી.તેમને જોકે ભૂલનો અહેસાસ થયો છે અને તેમણે માફી માંગી છે.

દિલ્હી મહિલા કમિશનના અધ્યક્ષ સ્વાતી માલિવાલે કહ્યુ હતુ કે, આવી હલકી વિચારસરણી ધરાવતા વ્યક્તિને વિધાનસભામાં બેસવાનો હક નથી.કર્ણાટક સરકારે તેમની સામે કેસ કરવો જોઈએ અને વિધાનસભામાંથી હકાલપટ્ટી કરવી જોઈએ.

દરમિયાન કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ પણ કહ્યુ હતુ કે, કોંગ્રેસની રાજનીતિનુ સ્તર હવે કેટલુ નીચુ થઈ ગયુ છે તેનો પૂરાવો સિનિયર નેતા રમેશ કુમારના નિવેદનમાંથી મળી જાય છે.